ઘરમાં ચાલતું ખાનગી કોલ સેન્ટર પર દરોડા પાડી રૂ.૯૧ હજારના મુદ્દામાલ જપ્ત

0
39
rakhial police station

હપ્તો નહિ ભરોતો બેંકનું ખાતું બંધ થઈ જશે કહી પૈસા ભરાવડાવતા હતા.

રખિયાલ પોલીસે એક ઘરમાં ચાલતું ખાનગી કોલ સેન્ટર રૂ.૯૧ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યું.

પોલીસે ગુનો દાખલ કરી ૨ ને દબોચી એક ની શોધ ખોળ હાથ ધરી છે.

તા.૧૦/૦૮/૨૧
ક્રાઇમ રીપોર્ટ, અમદાવાદ

રખિયાલ પોલીસ ના પી.એસ.આઇ ને બાતમી મળી હતી કે, રાજીવનગર સોસાયટીના એક ઘરમાં કેટલાક લોકો અમેરિકન નાગરિકે બેંકમાંથી લીધેલી લોન ના હપ્તા બાઉન્સ થતા હોય એવા લોકોને ફોન કરી પૈસા ભરો નકર બેંક નું ખાતું બંધ થઈ જશે કહી પૈસા ભરવડાવી પૈસા ઉપાડવા માટે money pack નામના કાર્ડ નો ઉપયોગ કરી જુદા જુદા આગડીયા ના માધ્યમથી પૈસા ઉપાડતા હતા.પોલીસે ઘરમાં દરોડો પાડી બે ની ધરપકડ કરી એકની શોધ ખોળ હાથ ધરી છે.

શહેરમાં ઘણી વખત કોલસેન્ટર પોલીસે પકડ્યા સાભળવા મળ્યુ છે.જેવા માં શહેરના પૂર્વ રખિયાલ વિસ્તારમાં એક કિસ્સો સામે આવ્યો છે કે, રખિયાલ પોલીસ સ્ટેશન માં હાજર પી.એસ. આઇ એ.વી. ભાટિયા ને બાતમીદાર થી બાતમી મળી હતી કે,કેટલાક લોકો પોતાના આર્થિક ફાયદા સારું જનરલ હોસ્પિટલ પાસેના રાજીવનગર ના એક મકાનમાં સુરેશ ઠાકોર અને બીજા માણસો સાથે અમેરિકા દેશના નાગરિકો અમેરિકન બેંકમાંથી લોન લીધેલી હોય જેને હપ્તા ન ભર્યા હોઈ એવા નાગરિકોની માહિતી મેળવી તમારા હપ્તા નહિ ભરોતો બેંકનું ખાતું બંધ થઈ જશે અને ચેક બાઉન્સ થવાની લેખિત માં ઇમેઇલ દ્વારા માહિતી મોકલી કહેતા કે,પૈસા ભરશો તો,તમારું બેંક નું ખાતું ચાલુ રહેશે અને ચેક બાઉન્સ પણ નહિ થાય કહી પૈસા ભરવાનું કહેતો હતો.બીજી તરફ પૈસા કેશમાં વિડરોલ કરવા માટે money pack નામના કાર્ડ ની ખરીદી કરાવડાવી નંબર મેળવી નાગરિક પાસે પ્રોસેસ કરાવી અલગ અલગ અંગડિયાથી રેકોડ મેળવતો હતા.જેવી બાતમીદાર થી બાતમી મળી હતી.બાદ પી. એસ. આઇ એમ.વી. ભાટિયા અને પોલીસ સ્ટાફના માણસો સાથે બાતમી વાડી જગ્યા દરોડો પાડ્યો હતો.દરોડો પાડતા ઘરમાં બે શખ્શ ઝડપી પોલીસે પુછપરછ કરતા ૧. સુરેશ ઠાકોર રહે.રખિયાલ અને ૨. નરેન્દ્ર ઉર્ફે નરેશ કોરડિયા રહે. નાના ચિલોડા ડેટા એન્ટ્રી કરતા હોવાનું જણાવી ગોળ ગોળ વાત ફેરવતા હતા.જોકે બંને શખ્શને પોલીસે લીડ કોન આપે છે પૂછતા જણાવ્યું કે,રવી જગેસીયા અને તેના સાથીદાર લીડ આપતા અને money pack કાર્ડ ની પ્રોસેસ કરી આપતા હતા. દરમિયાન પોલીસે સર સમાન પડેલ કુલ રૂ.૯૧ હજારના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને રખિયાલ પોલીસે આરોપી સુરેશ ઠોકર, નરેશ કોરડીયા ની ધરપકડ કરી વોન્ટેડ રવી જગેસીયા ના વિરૂદ્ધમાં ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here