માલ ડીલેવરી કરવાનો હોવાથી ૪ પાર્સલ તૈયાર કરાવી …

0
13

-માલ ડીલેવરી કરવાનો હોવાથી ૪ પાર્સલ તૈયાર કરાવી દુકાન બહાર મુક્તા.

– ૪ પૈકી એક મડી આવ્યુ બાકીના ત્રણ રુ.૮૮ હજારનો માલ લઈ રફુચકકર થયો.

– વેપારીએ અજાણ્યા ચોરના વિરુધ્મા પોલીસ ફરીયાદ નોધાવી.

તા.૨૭/૦૮/૨૧

ક્રાઇમ રિપોર્ટ અમદાવાદ.

ઘંટાકર્ણ માર્કેટમા દુકાન ધરાવતા વેપારીને માલની ડીલેવરી મોકલવાની હોવાથી માલ તૈયાર કરી કારીગરો જોડે ચાર પાર્સલ દુકાનની બહાર મુકાવ્યા હતા.બાદ સાંજે ચેક કરતા ચારમાથી એક મડી આવ્યુ અને બાકીના ત્રણ કુલ રુ ૮૮ હજાર ન મડી આવતા વેપારીની અજાણ્યા શખ્શની વિરુધ્મા નોધાવી પોલીસ ફરીયાદ.

ઇસનપુર વિસ્તારમા આવેલા લલીતા કોલોનીમા રહેતા બળવંતભાઇ પરમાર ઉ.વ ૪૪ પોતાના પરીવાર સાથે રહે છે.અને ઘંટાકર્ણ માર્કેટ ખાતે લેડીસ કુર્તીની દુકાન ઘરાવી વેપાર કરે છે.ગત ૧૯ ઓગસ્ટના રોજ બળવંતભાઇ તેમની દુકાને સવારે હાજર હતા.ત્યારે કાપડની ડીલેવરી કરવાની હતી.એટ્લે કારીગર પાસે લેડીઝ કુર્તી ના ચાર પાર્સલ તૈયાર કરાવી દુકાનની બહાર મુકાવ્યા હતા.બાદ સાંજે તપાસ કરતા દુકાનની બહાર મુકેલા ચાર પાર્સલ ના બદલે એકજ મડી આવ્યુ હતુ.જોકે આસપાસ તપાસ કરતા બીજા ત્રણ પાર્સલ મડી આવેલ નહી.અને ત્રણ પાર્સલમા કુલ ૨૭૮ કુર્તી રુ.૮૮ હજાર નો કોઇ અજાણ્યો શખ્શ વેપારીની નજર ને ચકમો આપી ત્રણ પાર્સલ લઈને રફુચક્કર થઈ ગયો હતો.
આ અંગે ની જાણ થતા બળવંતભાઇએ અજાણ્યા શખ્શના વિરુધ્મા કાગડાપીઠ પોલીસમા ફરીયાદ નોધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here