ગુગલ પ્લે કાર્ડની ખરીદી કરાવી

0
14

– ગુગલ પ્લે કાર્ડની ખરીદી કરાવી કાર્ડનો નંબર મેળવી પૈસા ઉપાડતા.

– અમેરિકન નાગરિકનો લોન આપવાનું કહી ઠગાઈ કરતું કોલ સેન્ટર સયબર પોલીસે ઝડપી પાડયું.

– સાયબર પોલીસે બે ના વિરૂદ્ધમાં દાખલ કરી તપાસ આદરી છે.

તા.૨૧/૦૮/૨૧
ક્રાઇમ રીપોર્ટ, અમદાવાદ

સાયબર ક્રાઇમ ને બાતમી મળી કે,ઘરમાં ખાનગી રીતે કોલસેન્ટર ચલાવી અમેરિકન નાગરિકોને લોન આપવાના બહાને નાગરિકો પાસે થી ગૂગલપ્લે કાર્ડની ખરીદી કરાવી કાર્ડ નંબર મેળવતો હતો.એમનો વિશ્વાસ કેળવી છેતરપીંડી કરતો હતો.જોકે પોલીસે બાતમી આધારે દરોડો પાડી રૂ ૩૦ હજારનો મુદ્દામાલ જપ્ત કરી બેના વિરૂદ્ધમાં ગુનો દાખલ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના સાયબર ક્રાઈમ પોલીસ ને બાતમી મળી હતી કે,મોટેરા સ્ટેડિયમ ના આણંદનગર માં એક ઘરમાં ગૌરવ રાઠોડ ખાનગી રાહે ચાલતું કોલસેન્ટર USA ADVANCE AMERICAN LOAN CENTER કંપનીમાંથી વાત કરું છું કહી લોન આપવાનુ કહી અમેરિકન નાગરિક ને magic jack નામની એપ્લિકેશન મારફતે અમેરિકાનો નંબર ડીસ્પલે કરી,લોન આપવાના બહાને payday પ્રોસેસ કરાવી ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતો હતો.જોકે નાગરિકોને જણાવે કે,હું એડવાન્સ કંપનીમાંથી વાત કરું છું, તમારી લોન થઈ ગઈ છે કહી લોન ની ઇન્સોરેન્સ માટે કેટલીક રકમ ભરવાની રહેશે.જેના માટે તમારે ગિફ્ટ કાર્ડ ની ખરીદી કરી કાર્ડ નો નંબર વોટસએપ કરવાનુ કાર્ડ ના નંબર આધારે પૈસા મેળવતો હતો.જોકે પોલસ ને બાતમી મારતા બાતમી વાડી જગ્યા એ દરોડો પડ્યો હતો.દરોડો પાડતા પોલીસે ગૌરાંગ રાઠોડ ને પુછપરછ કરતા જણાવ્યું કે,USA ADVANCE AMERICAN LOAN CENTER કંપનીમાં થી વાત કરું છું કહી મેજીકજેક નામની એપ્લિકેશન મારફતે લોન આપવાના કહી લોકો ને ઇન્સોરેન્સ ના બહાને ગૂગલ પ્લે કાર્ડ ખરીદી કરાવી અમન ભાટિયા નામના માણસ પાસે કાર્ડની પ્રોસેસ કરાવી પૈસા મેળવ્તો હતો.જોકે પોલીસે ગૌરાંગ પાસે તેના સાથીદાર ને ફોન કરી બોલાવતા અમન ભાટિયા આવીને પુછપરછ કરતા કિધું કે, ગૌરાંગ નાગરિકો પાસે થી ગિફ્ટ કાર્ડ મેળવી અમન ભાટિયા ને આપતો અને ગિફ્ટ કાર્ડ નો નંબર અમન ૧. જોન પીટરસન ઉર્ફે અમીત ચોધરી,૨.બાપુ ૩. નોર્મન ઉર્ફે મંથનયાદવ ૪. માઇક ઉર્ફે અવતાર ૫. જિતેન નાયક વગેરે લોકોને કાર્ડની પ્રોસેસ કરવા આપતો હતો.પોલીસે સર સમાન કુલ રૂ ૩૦ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.અને અમન અને ગૌરાંગ ના વિરૂદ્ધમાં પોલીસ ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here