40 મિનિટ પેહલા
- કૉપી લિંક
હાલમાં સોશિયલ મીડિયા પર જગન્નાથ પુરી મંદિરનો એક વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં ગરુડ એક વિશાળ ધ્વજ લઈને મંદિરની ઉપર ઉડતું દેખાય છે. આ દ્રશ્ય જોઈને લોકો ચોંકી ગયા છે. ઘણા લોકો મનમાં ઘટનાને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. જોકે વીડિયોને લઈ મંદિરના વહીવટીતંત્ર તરફથી હજી સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. અશુભ ઘટનાઓનાં એંધાણ ઘણા લોકો આ ઘટનાને અશુભ માની રહ્યા એટલા માટે અમે આ બાબતે જ્યોતિષાચાર્ય આશિષ રાવલ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે- મેષ સંક્રાંતિ શરૂ થતા પૂર્વે તા.13 રવિવારે, સાંજે 5 વાગ્યે ઓડિશાના જગન્નાથ મંદિરનો ધ્વજા લઈને ઓચિંતા ગરુડ લઈને ઊડી જાય છે. જ્યોતિશાસ્ત્ર પ્રમાણે આ ધટના સામાન્ય ના ગણી શકાય. ઈતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારની ઘટના બની છે. ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ છે. ભગવાન વિષ્ણુનું કામ સમગ્ર સૃષ્ટિમાં પાલન-પોષણ કરવાનું છે. એટલા માટે ભગવાન જય જગન્નાથની આબરુ રૂપી ધજા લઈને ગરુડ ઊડી જતાં જ્યોતિષોનું એવું તારણ છે કે અર્થતંત્રમાં આર્થિક ભીંસ વધશે. મોંઘવારી વધવાથી મહામંદીની ઘટનાઓનું નિર્માણ થશે. આફતોનાં અશુભ એંધાણ સૂચવે છે. ગરુડ માંસાહારી પક્ષી હોવાથી ધાર્મિક ઉન્માદ, ઝઘડા, ધાર્મિક સ્થાનો પર હુમલા સાથે વાદ-વિવાદ વધશે. આંતરિક સુરક્ષા, અન્ય રાષ્ટ્રો સાથેના સંબંધોમાં વિશેષ કાળજી રાખવી પડશે.

જગન્નાથ પુરી મંદિરનો વાઇરલ વીડિયો


જગન્નાથ મંદિરનાં રહસ્યોઃ ઊકેલો તો વિજ્ઞાન, નહીંતર શ્રદ્ધ
800 વર્ષથી વધુ જૂના જગન્નાથ મંદિરના પવિત્ર મંદિર વિશે એવાં અનેક રહસ્યો છે, જે વર્ષો થયે લોકમુખે ચર્ચાતાં રહ્યાં છે.

આવો, નીચેનાં ગ્રાફિક્સમાં જાણીએ આ વાયકાઓ વિશે.



