25 મિનિટ પેહલા
- કૉપી લિંક
દિવાળીએ પૂજા કરતી વખતે લક્ષ્મી મંત્રનો જાપ જરૂર કરવો જોઇએ. મંત્ર જાપ કરવાથી પૂજા જલદી સફળ થઇ શકે છે. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શ્રી લક્ષ્મી દ્વાદશનામ સ્ત્રોતનો પાઠ પણ કરી શકાય છે. આ સ્ત્રોતનો પાઠ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઇ શકે છે અને ભક્તની ઇચ્છા પૂર્ણ કરી શકે છે.
લક્ષ્મી દ્વાદશનામ સ્ત્રોતઃ-
ईश्वरीकमला लक्ष्मीश्चलाभूतिर्हरिप्रिया। पद्मा पद्मालया सम्पद् रमा श्री: पद्मधारिणी।।
द्वादशैतानि नामानि लक्ष्मी संपूज्य य: पठेत्। स्थिरा लक्ष्मीर्भवेत्तस्य पुत्रदारादिभिस्सह।।
આ સ્ત્રોતમાં દેવી લક્ષ્મીનાં 12 નામ જણાવવામાં આવ્યાં છે. ઈશ્વરી, કમલા, લક્ષ્મી, ચલા, ભૂતિ, હરિપ્રિયા, પદ્મા, પદ્માલયા, સંપદ્, રમા, શ્રી, પદ્મધારિણી. આ 12 નામનો જાપ કરવાથી ભક્તોને સ્થિર લક્ષ્મી એટલે ધન, સંતાન સુખ મળી શકે છે અને દરિદ્રતા દૂર થઇ શકે છે. તમે ઇચ્છો તો લક્ષ્મીપૂજામાં લક્ષ્મીજીના અન્ય મંત્રનો પણ જાપ કરી શકો છો.
આ રીતે મંત્રજાપ કરી શકો છો દિવાળીએ લક્ષ્મીપૂજા પહેલાં સ્નાન કરો. સાફ વસ્ત્ર પહેરીને દેવી લક્ષ્મીની પૂજા કરો. દેવીને કમળ અને લાલ ગુલાબના ફૂલ અર્પણ કરો. વસ્ત્ર, પુષ્પહાર, કંકુ વગેરે પૂજન સામગ્રી ચઢાવો. ભોગ ધરાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. લક્ષ્મી મૂર્તિ સામે આસન લગાવીને બેસવું અને સ્ફટિકની માળાની મદદથી 108 વાર મંત્રનો જાપ કરો.
ઈશ્વરી ભગવાન વિષ્ણુને દેવોમાં શ્રેષ્ઠ કહેવામાં આવ્યું છે. તે જ ઈશ્વર છે. તેમની પત્ની હોવાથી તેમને ઈશ્વરી કહેવામાં આવ્યું છે.
કમલા દેવી લક્ષ્મીનું એક આસન કમળનું ફૂલ પણ છે. એટલે તેમનું એક નામ કમળા પણ છે.
લક્ષ્મી લક્ષ્મી શબ્દનો અર્થ છે – ધન, સંપત્તિ અને શોભા. આ પણ તેમના આધીન જ છે. એટલે આ પણ તેમનું એક નામ છે.
ચલા દેવી લક્ષ્મીને ચંચલા કહેવામાં આવ્યું છે અર્થાત્ તે એક સ્થાન પર નથી ટકતી. એટલે તેમનું એક નામ ચલા પણ છે.
ભૂતિ ભૂતિનો અર્થ છે વૈભવ અને સુખ. આ બંને જ દેવી લક્ષ્મીના આધીન છે. એટલે લક્ષ્મીને ભૂતિ પણ કહેવામાં આવ્યું છે.
હરિપ્રિયા ભગવાન હરિ એટલે વિષ્ણુની પત્ની હોવાથી દેવી લક્ષ્મીનું એક નામ હરિપ્રિયા પણ પ્રસિદ્ધ છે.
પદ્મા પદ્મ કમળનું જ એક નામ છે. કમળનું ફૂલ દેવી લક્ષ્મીને પ્રિય છે, એટલે તેમનું એક નામ આ પણ છે.
પદ્માલયા આ શબ્દનો અર્થ છે પદ્મ એટલે કે કમળની દેવી. પદ્માલયાનો અર્થ છે કમળ પર બિરાજતી દેવી.
સમ્પદ્ તેનો અર્થ છે ધન-સંપત્તિ, સંપદા-દોલત. આ તમામ વસ્તુઓ પણ દેવી લક્ષ્મીના આધીન છે.
રમા રમાનો અર્થ છે સુંદર. દેવી લક્ષ્મીમાં આ તમામ ગુણ વિદ્યમાન છે. એટલે તેમને રમા પણ કહેવામાં આવે છે.
શ્રી તેનો અર્થ છે યોગ્ય, શુભ, શોભા, કાંતિ, સરસ્વતી. આ પણ તમામ દેવી લક્ષ્મીના જ ગુણ છે.
પદ્મધારિણી હાથમાં કમળનું ફૂલ હોવાની દેવી લક્ષ્મીનું એક નામ પદ્મધારિણી પણ પ્રસિદ્ધ છે.