- Gujarati News
- Dharm darshan
- Jyotish
- Make A Potli Of 6 Items And Place It On The Left Side Of The Door, Performing These Rituals Will Give Good Results, Learn From Global Astroguru
6 કલાક પેહલા
- કૉપી લિંક
તમારા ઘરના મુખ્ય દરવાજાની બહાર જાઓ અને તેની સામે ઊભા રહો. આ પછી એક ટેબલ કે ખુરશી લઈ મુખ્ય દરવાજાની ડાબી તરફ ઉપરની સાઈડે ખીલી કે હુક લગાવી ત્યાં પીળા કે લાલ કલરના રેશમી વસ્ત્રમાં પાંચ ગોમતી ચક્ર,એક ચપટી કંકુ, એક ચપટી સિંદૂર,સાત ચોખાના દાણા, સાત અડદના દાણા અને સાત લાલ ચણોઠી આ તમામ વસ્તુની પોટલી બનાવીને વીડિયોમાં જણાવેલ સમયે તેને લટકાવી દો.
‘ઓમ એઇમ હ્રીં શ્રીમ કલિમ નમો મહાલક્ષ્મેય હરિ પ્રિયાયે સ્વાહા’ 11 વખત બોલી પોટલીની આરતી ઉતારો ધૂપ કે અગરબત્તી કરો અને વિધિ પૂર્ણ કરો. આ પછી તમારા મુખ્ય દરવાજાની નીચેના ભાગ આગળ જમણી બાજુ અને ડાબી બાજુ તમારે બે કોડીયામાં તેલ ભરીને દીવો કરવાનો છે અને આ કોડિયાની નીચે કંકુથી સાથીયા ચીતરવાના છે. આ બધી જ વિધિ પીતાંબર પહેરીને કરવાની છે અને આ વિધિ થયા પછી ત્યાં જ બેસીને શ્રીસુક્તમ,કનકધારા,લક્ષ્મી સૂક્તમનો એક એક પાઠ કરવાનો છે. આ વિધિનું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ મહત્ત્વ સમજીએ. ગોમતીચક્ર સમુદ્રની અંદર વિશાળ સંખ્યાની અંદર મળે છે. આ ગોમતી ચક્ર ઉપર મા લક્ષ્મી, વિષ્ણુ,શેષનાગના આશીર્વાદ છે. ગોમતી ચક્રનો સાયન્ટિફિક દ્રષ્ટિએ વિચાર કરતા તેની અંદર આલ્ફા,બીટા ગામા નામની કિરણોત્સર્ગ શક્તિઓ રહેલી છે. આલ્ફા કિરણોત્સર્ગ શક્તિઓ તમારા મેમરી પાવર,નર્વ અને ન્યુરો સિસ્ટમ,યાદશક્તિ માટે ખૂબ જ જરૂરી છે. આ તમામે તમામ રેઝ આ ગોમતી ચક્રની અંદર આવેલા છે કહેવાય છે કે આ પ્રયોગ કરવાથી માત્ર અને માત્ર એક મહિનાની અંદર કે સવા મહિનાની અંદર શુભ પરિણામો દેખાવા લાગે છે.