50 મિનિટ પેહલા
- કૉપી લિંક
તારીખ 2 નવેમ્બર 2024ના રોજ નૂતન વર્ષના દિવસે જ્યારે શનિની હોરા હોય ત્યારે માત્ર આ એક જ પ્રયોગ કરવાથી અધૂરા રહેલા કાર્યો સિધ્ધ થશે. પ્રયોગની અંદર ઉપયોગમાં લેવાયેલા પદાર્થો જેમ કે મીઠું જેને સબરસ કહેવામાં આવે છે. અતિ શુભ વસ્તુ છે અને આપ જાણો છો કે મીઠાના એટલા પ્રયોગ અને ઉપયોગ હોય છે કે જે માનવજાત માટે આશીર્વાદરૂપ છે. ફટકડી એન્ટિસેપ્ટિક છે. હળદર શુભત્વનું પ્રતિનિધિત્વ કરે છે. હળદર પર ગુરુ ગ્રહના આશીર્વાદ છે. કોલસો નજર લાગવાની વાત આવે ત્યારે તેનો પ્રયોગ સદીઓથી ચાલતો આવે છે. ગોમતી ચક્ર વિશે તો તમે જાણો જ છો આલ્ફા બીટા ગામા તમામે તમામ કિરણોત્સર્ગ સર્વ શક્તિઓનો સમૂહ. જો આ પ્રયોગ નૂતન વર્ષના દિવસે સૂર્યોદયથી એક કલાકની અંદર તમે કરશો તો મને લાગે છે કે નવું વર્ષ તમારા માટે ખરેખર તન મન ધનથી નૂતન બની રહેશે અને તમારા ચહેરા ઉપર કુટુંબમાં ખુશીઓનો એક માહોલ સર્જાશે.