1 કલાક પેહલા
- કૉપી લિંક
પ્રકાશનું પર્વ એટલે દિવાળી આજે છે. આ વખતે લક્ષ્મીપૂજા માટે 5 મુહૂર્ત છે, જેમાં સૌથી પહેલું મુહૂર્ત સાંજે 04.37 થી 06.01 સુધી રહેશે, જેમાં દરેક લોકો (ઘર, દુકાન, ઓફિસ અને ફેક્ટરીમાં) તેમની પસંદગી મુજબ ચોક્કસ સમયે પૂજા કરી શકે છે. આ વખતે દિવાળી પર એવા અનેક શુભ યોગ બની રહ્યા છે, જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યા અનુસાર દિવાળીના દિવસે સાંજે 4 રાજયોગ બનશે જે સુખ-સમૃદ્ધિમાં બમણો વધારો કરશે. શશ, કુલદીપક, શંખ અને લક્ષ્મી યોગની રચના સાથે આ મહા પર્વના દિવસે કરવામાં આવતી પૂજાના શુભફળમાં વધારો થશે.
દિવાળીના દિવસે દીવાનું પૂજન કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ દિવસે લક્ષ્મી પૂજા કરતા પહેલાં કળશ, ભગવાન ગણેશ, વિષ્ણુ, ઇન્દ્ર, કુબેર અને દેવી સરસ્વતીની પૂજા કરવાની પરંપરા છે.
ઉદ્યોગપતિઓ અને વેપારીઓ માટે પણ શુભ દિવાળી પર બને રહેલા આ શુભ યોગ ઉદ્યોગપતિઓ અને વેપારીઓ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે બનેલી ગ્રહોની સ્થિતિ સમૃદ્ધિ આપશે, જેના કારણે ટેલિકોમ્યુનિકેશન, શેરબજાર, બુલિયન, ટેક્સટાઇલ, ઓઇલ અને લોખંડ સંબંધિત મશીનરીમાં કામ કરતા લોકોને ફાયદો થશે. ચંદ્ર અને બુધ રાહુ-શનિના નક્ષત્રમાં રહેશે, જેના કારણે ઇન્ડસ્ટ્રી અને ટેલિકોમ્યુનિકેશન ફિલ્ડ સાથે જોડાયેલા લોકો માટે ઘણો બદલાવનો સમય આવશે અને ધાર્યા કરતાં વધુ મળવાની શક્યતા રહેશે.
પુરાણોમાં દિવાળીનો ઉલ્લેખ સ્કંદ અને પદ્મ પુરાણ અનુસાર, આ દિવસે દીવાનું દાન કરવું જોઈએ. બ્રહ્મ પુરાણ કહે છે કે કારતક અમાવસ્યાની મધ્યરાત્રિએ લક્ષ્મી સારા લોકોના ઘરે આવે છે, તેથી ઘરની સાફ-સફાઈ અને સજાવટ પછી દિવાળી ઊજવવાની પરંપરા છે. શ્રીમદ્ ભાગવત અને વિષ્ણુધર્મોત્તર પુરાણ અનુસાર, કારતક મહિનાની અમાવાસ્યાના દિવસે સમુદ્ર મંથનથી લક્ષ્મી પ્રગટ થયાં હતાં. આ પછી લક્ષ્મીપૂજાની પરંપરા શરૂ થઈ હતી.
બ્રહ્મ પુરાણની કથા અનુસાર, મહારાજ પૃથુએ પૃથ્વીનું શોષણ કરીને એને સંપત્તિ અને અનાજથી સમૃદ્ધ બનાવ્યું હતું, તેથી દિવાળી ઊજવવામાં આવે છે. માર્કંડેય પુરાણ કહે છે, જ્યારે પૃથ્વી પર માત્ર અંધકાર હતો ત્યારે દેવી કમળ પર તેજસ્વી પ્રકાશ સાથે બેઠેલા દેખાયાં હતાં. તેઓ લક્ષ્મીજી હતાં. તેમના પ્રકાશથી વિશ્વનું સર્જન થયું છે, તેથી આ દિવસે લક્ષ્મીપૂજાની પરંપરા છે. એ જ સમયે, શ્રીરામના અયોધ્યા પાછા ફરવાના સ્વાગત માટે દિવાળી ઊજવવાની પરંપરા છે.