1 કલાક પેહલા
- કૉપી લિંક
હિંદુ ધર્મમાં એક વર્ષમાં 12 પૂર્ણિમા આવે છે, દરેક પોતાનું ખાસ મહત્ત્વ પણ ધરાવે છે. 12 એપ્રિલના રોજ ચૈત્ર પૂર્ણિમા છે. આ દિવસે હનુમાનજીનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવે છે. આ વખતે શનિવાર અને હનુમાન જયંતીનો ખાસ સંયોગ પણ બની રહ્યો છે. જેને દુર્લભ અને લાભકારી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે લોકો ચૈત્ર પૂર્ણિમા (હનુમાન જયંતી)ના દિવસે રામચરિતમાનસ અને સુંદરકાંડનો પાઠ કરે છે તેમના ઘરમાં હનુમાનજીનો વાસ હોય છે અને બધી તકલીફો દૂર થાય છે.

સવારે કે સાંજે હનુમાનજીની પૂજા કરવી હનુમાન જયંતીના દિવસે સ્નાન અને દાન ઉપરાંત સત્યનારાયણ પૂજા, હનુમાનજીની પૂજા, ચંદ્રને જળ અર્પણ અને લક્ષ્મીજીની પૂજાનું વિશેષ મહત્વ છે. આ આખો દિવસ હનુમાનજીની પૂજા માટે શુભ છે. જોકે બજરંગબલીની પૂજા સવારે કે સાંજે કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે હનુમાનજીનો જન્મ સૂર્યોદયના સમયે થયો હતો.

કઈ રાશિના જાતકોએ કેવી રીતે પૂજા કરવી? હનુમાન ભક્તો ભગવાનને તેમની પ્રિય વસ્તુઓ અર્પણ કરે છે. બજરંગબલીની પૂજા પણ પૂર્ણ વિધિથી કરવી જોઈએ.આ દિવસે પૂજા પદ્ધતિ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. તો હનુમાન જન્મોત્સવ પર કેટલાક મંત્રોનો જાપ કરવાથી પણ તમારી સમસ્યાઓ દૂર થઈ શકે છે. તમે તમારી રાશિ પ્રમાણે આ મંત્રોનો જાપ કરી શકો છો. જેના કારણે તમારા રાશિ સ્વામીની પણ તમારા પર કૃપા થઈ શકે છે.












(જ્યોતિષાચાર્ય:- કિશન ગિરીશભાઈ જોશી, ભાવનગર)