15 મિનિટ પેહલા
- કૉપી લિંક
દિવાળી એટલે એ તહેવાર કે જેની સમગ્ર વર્ષ આપણે સૌ આતુરતાપૂર્વક રાહ જોતા હોઈએ છીએ. કારણ કે દીપથી ઘરને સજાવવાનો આ અવસર આપણા જીવનને પણ અજવાશથી ભરી દેતો હોય છે અને આ ઉત્સવના પ્રારંભની ઘડી એટલે જ વાઘ બારસ કે જેને આપણે વાક બારસ, વસુ બારસ અને ગોવત્સ દ્વાદશીના નામે પણ ઓળખીએ છીએ. ગુરુવાર, 9 નવેમ્બર એટલે આજે વાઘબારસ પર્વ ઊજવાશે. આ દિવસે રમા એકાદશી પણ ઊજવવામાં આવશે. ગુરુવારે વિષ્ણુજી અને લક્ષ્મીજી સાથે ગાયની અને તેના વાછરડાની પણ પૂજા કરો. ગોવસ્ત બારસ ગાયના પ્રત્યે શ્રદ્ધા પ્રકટ કરવાનો દિવસ છે.આ વ્રત શા માટે કરવામાં આવે છે તેને લઈને ઘણી માન્યતાઓ છે. આ વખતે ગોવત્સ દ્વાદશી પર ઘણા શુભ યોગ બની રહ્યા છે, જેના કારણે તેનું મહત્વ વધુ વધી ગયું છે. આગળ જાણો આ વખતે ગોવત્સ દ્વાદશી
વાકબારસ અપભ્રંશમાં થઈ ગયું વાઘબારસ વાકબારસને આપણે મોટાભાગે લોકોને વાઘબારસ બોલતા પણ સાંભળીએ છીએ, અહીં વાક્ એટલે વાણીની વાત છે. વાક એ વાચાની દેવી મા સરસ્વતીની પૂજાની વાત છે. મા સરસ્વતી આપણી વાચા, ભાષાને સારી રાખે, આપણી વાણીથી કોઈની લાગણી ન દુભાય તે માટે દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. ધનતેરસના દિવસે મા લક્ષ્મીની પૂજા કરતા પહેલા મા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. વાક્ શબ્દ લોકબોલીમાં વાઘ થઈ ગયો અને ત્યારબાદ આ તહેવારમાં વાઘને સંદર્ભમાં રાખી વાઘ બારસ તરીકે પણ ઓળખાવા લાગ્યો, સાથે જ ગુજરાત રાજ્યમાં પૂર્વ પટ્ટીના જંગલ પ્રદેશોમાં વસવાટ કરતા આદિવાસી લોકો પોતાના જાનમાલની સલામતી માટે વાઘદેવની પૂજા આ દિવસે કરતા હોય છે
ગાય માતાના પૂજનનો મહિમા છે વાક્ બારસ કે વાઘ બારસ? વાઘ શબ્દ સાંભળતા જ એમ થાય કે વાઘની વાત કરવામાં આવી રહી છે, વાક્ નું અપભ્રંશ કરીને લોકોએ વાઘ કરી નાંખ્યુ છે. વાક્ શબ્દનો અર્થ વાણી,વાચા કે ભાષા થાય છે. અને વાધના સંદર્ભે આખો તહેવાર વાઘ બારસ તરીકે ઓળખવામાં માંડ્યો.
વાઘ બારસનો ઇતિહાસ ભવિષ્ય પુરાણમાં ગોવત્સ દ્વાદશીની કથાનો ઉલ્લેખ છે. ભવિષ્ય પુરાણમાં, આપણને નંદિની, દૈવી ગાય અને તેના વાછરડાઓની વાર્તાનો ઉલ્લેખ મળે છે. હિંદુ ધર્મમાં ગાયને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તેઓને પવિત્ર માતા તરીકે પણ પૂજવામાં આવે છે કારણ કે તેઓ માનવજાતને પોષણ આપે છે.
ગોવત્સ દ્વાદશી વસુ એટલે કે ગાય. હિન્દુ માન્યતા મુજબ ગાય માતામા 33 કરોડ દેવતાઓનો વાસ થાય છે. માટૈ ગાયનું પૂજન કરવાથી બધા જ દેવતાઓનું પૂજન થઈ જાય છે. એવી માન્યતા છે કે ગૌમાતા બારસના દિવસે ક્ષીર સાગરમાંથી પ્રગટ થયેલાં. દિવાળીના તહેવારની શરૂઆત વાઘ બારસના દિવસથી થાય છે. આ દિવસે ગાયની પૂજાનું અનેરૂ મહત્વ રહેલુ છે. આ દિવસે શ્રી વલ્લભ ભગવાન દતાત્રેયના અવતાર કૃષ્ણા નદીમાં ગાયબ થઇ ગયા હતા. કેટલાક સ્થળોએ આ દિવસ ગુરૂ અથવા ગૌવત્સ બારસ ના નામથી ૫ણ ઓળખાય છે. ગૌ શબ્દ એ ગાયનો ઉલ્લેખ દર્શાવે છે તથા વત્સ શબ્દ એ વાછડાનો ઉલ્લેખ દર્શાવે છે.
ગાયનું પૂજન વાઘ સામર્થ્યનું પ્રતીક છે. મનુષ્યે નૂતન પ્રારંભ માટે સમર્થ થવાનું છે, પરાક્રમી થવાનું છે, જોખમ ખેડવાનું છે, સ્થૂળ પ્રાપ્તિ માટે પણ આ ગુણો જરૂરી છે. પરંતુ આંતરસમૃદ્ધિ વધારવા માટે તો ઘણા વધારે સમર્થ, પરાક્રમી થવું જરૂરી છે, એ માર્ગ આસાન નથી એટલે જોખમ ખેડવાનું છે. એવા સામર્થ્યની ઉપાસના કરવાનું પર્વ એટલે વાઘબારસ. વસુ એટલે કે ગાય. ગાયનું પૂજન કરવાથી બધા જ દેવતાઓનું પૂજન થઈ જાય છે એવી માન્યતા છે. ગૌમાતા બારસના દિવસે ક્ષીર સાગરમાંથી પ્રગટ થયેલાં છે
ગાયને રોટલી ખવડાવતી વખતે આ મંત્રનો જાપ કરો. सुरभि त्वं जगन्मातर्देवी विष्णुपदे स्थिता। सर्वदेवमये ग्रासं मया दत्तमिमं ग्रस॥ तत: सर्वमये देवि सर्वदेवैरलड्कृते। मातर्ममाभिलाषितं सफलं कुरु नन्दिनी॥
શ્રીકૃષ્ણને ગૌમાતા વિશેષ પ્રિય છે ભગવાન શ્રીકૃષ્ણને ગૌમાતાથી વિશેષ પ્રેમ મળ્યો હતો. તેમણે અનેક વર્ષો સુધી વૃંદાવનમાં ગાયનું પાલન અને દેખરેખ પણ કર્યું. તેના કારણે જ શ્રીકૃષ્ણનું એક નામ ગોપાલ પણ છે. ગોપાલ એટલે જે ગાયનું પાલન કરતાં હોય. શ્રીકૃષ્ણ સાથે જ ગૌમાતાની પ્રતિમાની પણ પૂજા કરવી જોઇએ.
પરિવારની સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે આ વ્રત ગાય અને વાછરડાની પૂજાથી મહિલાઓને બાળકનું સુખ મળે છે. બાળકના સારા સ્વાસ્થ્ય અને લાંબી ઉંમર માટે પણ આ વ્રત કરવામાં આવે છે. પુરાણોમાં આ વ્રતનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે કે, આ દિવસે જે ઘરની મહિલાઓ ગૌમાતાની પૂજા કરે છે તેમનો પરિવાર સમૃદ્ધ રહે છે. આ દિવસે ગાયને રોટલી અને લીલું ઘાસ ખવડાવીને સંતુષ્ટ કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. આવા પરિવારમાં ક્યારેય અકાળ મૃત્યુ થતું નથી. ગાય અને વાછરડાની પૂજા કરવાથી બધા દેવી-દેવતા પ્રસન્ન થાય છે અને જાણ્યે-અજાણ્યે થયેલાં દરેક પાપ દૂર થાય છે.
રોજ ગાયને રોટલી આપવી જોઇએ રોજ સવાર-સાંજ જ્યારે પણ ભોજન બને છે તો ગાય માટે પણ ઓછામાં ઓછી એક રોટલી અલગ કાઢી લેવી જોઇએ. જે લોકો આ પરંપરાનું પાલન કરે છે, તેમના ઘરમાં અન્ન દેવી અન્નપૂર્ણાની વિશેષ કૃપા રહે છે.
કોઇ ગૌશાળામાં ધનનું દાન કરવું જોઇએ આજના સમયમાં ગાયનું પાલન કરવું બધા માટે શક્ય નથી. ગૌદાન પણ બધા કરી શકે નહીં. એવી સ્થિતિમાં પોતાની શક્તિ પ્રમાણે ધનનું દાન કોઇ ગૌશાળામાં કરવું જોઇએ. કોઇ ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઇએ. ઘરમાં બનેલી રોટલી ખવડાવી શકાય છે. ધ્યાન રાખો કે, ગાયને વાસી રોટલી ખવડાવવી નહીં.