ફેસબુકમાં એડ જોતાં યુવકને સામાન ની જરૂર હોવાથી…

0
28

– ફેસબુકમાં એડ જોતાં યુવકને સામાન ની જરૂર હોવાથી કોન્ટેક્ટ કર્યો હતો.

– યુવકનો વિશ્વાસ કેળવી શખ્શે રૂ ૮૨ ટ્રાન્સફર કરાવ્યા હતા.

– અજાણ્યાં શખ્શ ના વિરુદ્ધ યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

તા.૧૯/૦૮/૨૧
ક્રાઇમ રિપોર્ટ, અમદાવાદ

યુવકે ફેસબુક માંથી એક એડ જોઈને કોમ્પ્યુટરના સ્પ્રેર પાર્ટ મગાવ્યા હતા.અને યુવકે ખાતરી માટે બધા ડોક્યુમેન્ટ મંગાવ્યા હતા.જોકે શખ્શે યુવકનો વિશ્ર્વાસ કેળવી ધીરે ધીરે રૂ.૮૨ હજાર ટ્રાન્સફર કરાવી માલ ન મોકલી આપતા યુવકે અજાણ્યાં શખ્શ ના વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડી નો ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

શહેરના ખોખરા વિસ્તારના મધુકુંજ સોસાયટીમાં રહેતા ચિરાગ માલવિયા પોતાના પરિવાર સાથે રહી માલવ એસેમ્બલ નામની કોમ્પ્યુટર દુકાન ધરાવે છે.અને કોમ્પ્યુટર એસેમ્બલ કરવાનું કામ કરે છે.ગત ૨૦ જાન્યુઆરી ૨૧ ના રોજ ફેસબુક એપ્લિકેશન્સ માં આઇટી ગ્રુપ LEPTON and desktop નામનું ગ્રુપ જોયું હતું.જેમાં ઘણા લોકો જોડાયા હતા.જેમાના એક નિહાર જયસ્વાલ તેની કંપની પી.સી પાંડે ગ્રુપમાં એડ આપી હતી. દરમીયાન ચિરાગભાઈને સ્પેર પાર્ટ ની જરૂર હોવાથી આપેલ નંબર પર વોટસએપ કરી વસ્તુનો ભાવ મંગાવતા મોકલી આપ્યો હતો.અને શખ્સ પર શંકા જતા સરકારમાં રજીસ્ટર છે કે નહિ ચેક કરવા માટે ચિરાગભાઈ એ આપેલ નંબર પર ચેક કરતા તેની કંપનીનું એડ્રેસ અને જી.એસ. ટી નંબર મંગાવ્યો હતો.બાદ નિહાર જયસ્વાલે પોતાના કંપનીનું જી.એસ. ટી, પાનકાર્ડ,બેંક ડીટેલ્સ વગેરે આપ્યું હતું.પરંતુ ચિરાગભાઈ વધુ શંકા જતા જી.એસ. ટી ની સાઈડમાં જઈ ચેક કરતા બધી માહિતી સાચી જણાતા તેમને વિશ્વાસ આવ્યો હતો.ત્યારે ૨૦ જૂન ૨૧ માં ચિરાગભાઈ નિહાર જયસ્વાલે આપેલ બેંક આઈસીઆઈસીઆઈ વાડા ખાતામાં રૂ.૨૫ હજાર ટ્રાન્સફર કર્યા હતા. એજ દિવસે બીજા ટ્રાન્સફર રૂ.૫૭ હજાર કર્યા હતા.કુલ રૂ ૮૨ હજાર ટ્રાન્સફર કર્યા.બાદ પણ માલ ન મોકલી વિશ્ર્વાસઘાત કર્યો હતો. આ અંગે ચિરાગભાઈ અજાણ્યાં શખ્શના વિરૂદ્ધમાં ખોખરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડી નો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here