“તારક મહેતા કાપ..”માં દયા ભાભી તરીકે શિલ્પા શિંદે ચમકશે..!!

0
215

મુંબઈ,
દિશાનાં લગ્ન બાદ, તે ગર્ભવતી બની ત્યારે લગભગ છેલ્લા સમય સુધી તેણે કામ કર્યું હતું. ત્યારબાદ તેણે મેટરનિટી લીવ લીધી હતી. દિશાના રજાના દિવસોમાં પણ બીજી કોઇ હિરોઇનને સ્થાન ન આપી સીરિયલના ડાયરેક્ટ અસીત મોદી દિશાના અવાજના શોટ લઇને કામ પતાવતા હતા.


તેણીને દીકરી આવી પછી પણ ખાસ્સો સમય સુધી તેની રાહ જાયા બાદ અંતે અસીત મોદીએ તેને પાછા ફરવા માટે કહ્યું અને તેનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે સરખા જવાબ નહોતી આપી રહી. એટલું જ નહીં દિશાનો પતિ પણ તેની કરિયર બાબતે ઇન્ટરફીઅર કરતો હતો.


બીજી તરફ દિશા આવશે કે નહીં તેવા સમાચાર બધે ફેલાવા લાગ્યા હતા. હવે આ અંગે ચર્ચા ચાલી રહી છે કે દિશા નથી જ આવવાની અને તેની જગ્યાએ શિલ્પા શિંદે દયા ભાભીનો રોલ નિભાવશે. એટલું જ નહીં શિલ્પા શિંદે સિવાય બીજું નામ સુગંધા મિશ્રાનું પણ ચર્ચાઇ રહ્યું છે. તો હવે જાવું રહ્યું કે બંનેમાંથી કોણ દયા ભાભી બનીને આપણી સમક્ષ આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here