ઓઢવ અને એરપોર્ટ વિસ્તારમા બન્ને પરિવાર બહાર ગયા હોવાથી..

0
15

—ઓઢવ અને એરપોર્ટ વિસ્તારમા બન્ને પરિવાર બહાર ગયા હોવાથી,ઘરમા તસ્કરો ત્રાટ્ક્યા.

— સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી રુ ૫.૧૯ લાખના મત્તાની ચોરી કરી ફરાર ફરીયાદ.

— પોલીસે ગુનો દાખલ કરી શોધ ખોડ હાથ ધરી છે.

તા.૨૪/૦૮/૨૧
શહેર ના પુર્વ વિસ્તાર મા તસ્કર્રો નો આંતક સામે આવ્યો.જેમા ઓઢવ અને એરપોર્ટ વિસ્તાર મા રહેતા બે પરીવાર બહાર ગયા હોવાથી ઘર મા તસ્કરો ત્રાટ્કીને ઘરમા ઘુસી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ ૫.૧૯ લાખના મત્તાની ચોરી કરી ફરાર થયા હતા.આ અંગે બંને પરીવારે તસકરો ના વિરુધ્મા પોલીસ ફરિયાદ નોધાવી છે.
શહેર ના એરપોર્ટ વિસ્તાર આવેલા રામેશ્વર ફ્લેટ મા રહેતા હરેશ સંગ્તાણી ઉ.વ ૪૦ પોતાના પરીવાર સાથે રહે છે.છે.અને ગુરુક્રુપા એન્ટૅરપ્રરાઇસ નામની દુકાન ધરાવે છે.દરમીયાન હરેશભાઇ ની પત્ની તેના બાળકો સાથે અઠવાડિયા પેલા પિયર મા રાજ્સ્થાન કોટા ખાતે ગયા હતા. જોકે હરેશભાઇ ન ગયા હતા. ગત શનિવાર ના રોજ હરેશ ભાઇ રાજ્સ્થાન કોટા ખાતે ગયા હતા.ગત કાલે વહેલી સવારે બનેવી વિકાસ મખીજા નો હરેશભાઇ પર ફોન આવ્યો કે,કે,તમારા ઘરનું તાડુ તુટેલી હાલત મા છે.અને ચોરી થઈ હોવાનું જાણ કરી હતી. જોકે આ વાત સામભડ્તા હરેશભાઈ એ તેના ભાઈ પ્રકાશ ને જાણ કરી હતી.બાદ કોટા થી પરત ફર્યા હતા.હરેશભાઈ ઘરે પરત આવી તિજોરી તપાસ કરી તો,તિજોરી મા પડેલા સોના-ચાંદીના દાગીના જેમા ચેન,બુટી,સેટ,વીંટી,જુમ્ખા અને રોક્ડ રકમ કુલ રુ ૩.૯૦ લાખ ના મત્તાની ચોરી થઈ હતી.આ અંગે હરેશભાઈ અજાન્યા શખ્શના વિરુધ્મા પોલીસ ફરીયાદ નોધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
— જ્યારે બીજી બાજુ ઓધવ મા રહેતા મુકેશભાઈ અને તેનો પરીવાર બે મહિના પહેલા મરણ પામેલા પિતાની શોક વિધી મનાવા વતન ગયા હ્તા.જોકે ઘર બંધ હોવાથી તસ્કરોએ ત્રાટ્કી ઘરમા પડેલી તિજોરી નુ લોક તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ કુલ રૂ ૧.૨૯ લાખના મત્તાની ચોરી કરી ફરાર થય હતા.જોકે પરિવાર વહેલી સવારે ઘરે પરત આવ્તા જોવા મળ્યું કે, ઘરનો સામાન વેર વીખેર હાલત મા હતો.અને દરવાજો થોડો ટૂટેલો જોવા મડ્યો હતો.બાદ મુકેશભાઈ ને શંકા જતા તિજોરી મા જોતા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ જોવા ન મડી હતી.આ અંગે મુકેશભાઈએ ઓઢવ પોલીસમા અજાણ્યા ચોરના વિરુધ્મા પોલીસ ફરીયાદ નોધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.
બોક્ષ—પોલીસ ના આટ્લા સઘન પેટ્રોલીંગ હોવા છતા બે જગ્યાએ ચોરી થઈ…
લોકોના મોઢૈ ચર્ચા તો એવી ચાલી રહી છે કે,પોલીસ ખાલી નામનું પેટ્રોલીંગ કરી રહી છે,જો પોલીસ પોતાના વિસ્તાર મા બરાબર પેટ્રોલીંગ કરતી હોત તો,છેલ્લા ઘણા બધા ચોરી ના કેસ સામે ના આવેત.જોકે પુર્વમા છેલ્લા એક અઠવાડિયા મા પુર્વ વિસ્તાર મા ઘણી બધી ચોરીની ઘટના જોવા મડી ના હોત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here