એસબીઆઈ બેંકમાંથી વાત કરું છું,તમારે ક્રેડીટ કાર્ડની લિમિટ વધારવી છે ?

0
20

એસબીઆઈ બેંકમાંથી વાત કરું છું,તમારે ક્રેડીટ કાર્ડની લિમિટ વધારવી છે તો ઓટીપી આવે તે જણાવજો….

– ઓટીપી આપતા બીજો ફોનમાં અન્ય બેંકનું ક્રેડીટ કાર્ડ ધરાવો છો કહી રૂ ૧.૧૮ લાખ યુવકના બેંકમાંથી ઉપડી ગયા હતા.
પેટા- યુવકે અજાણ્યાં શખ્શ ના વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

તા.૧૭/૦૮/૨૧
ક્રાઇમ રીપોર્ટ, અમદાવાદ

કાલુપુરમાં રહેતા યુવકને બે મહિના પેલા અજાણ્યાં નંબરથી ફોન આવી એસબીઆઈ બેંકમાંથી વાત કરું છું તમારે ક્રેડીટ કાર્ડની લિમિટ વધારવી છે કહી ઓટીપી જાણવાનું કહેતા યુવકે ઓટીપી આપ્યો હતો.બાદ યુવકને બીજો ફોન આવ્યો કે તમારે ક્રેડીટ કાર્ડની લિમિટ વધી ગઈ છે.તમે અન્ય એક બેંકનું ક્રેડીટ કાર્ડ ધરાવો જો એની લિમિટ વધારવી હોય તો વધી જશે કહેતાં યુવકે ફોન કટ કર્યો હતો.પરંતુ જાણ થઈ કે,બેંકમાંથી રૂ.૧.૧૮ લાખ દિલ્હી ખાતે ટ્રાન્સફર થાય છે. આ અંગે યુવકે અજાણ્યાં શખસના વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.

શહેરમાં દિનપ્રતિદિન ઓનલાઇન ફ્રોડ ના શિકાર વધુ થી વધુ લોકો થતા જોવા મળે છે.જેવામાં કાલુપુર વિસ્તારમાં આવેલા ભગવતવાડની પોળમાં રહેતા આરીફ શેખ પોતાના પરિવાર સાથે રહે છે.ગત ૨૯ જૂન ૨૧ ના રોજ અરિફભાઈ પોતાની દુકાન પર હજાર હતા.ત્યારે અજાણ્યા નંબર થી ફોન આવ્યો કે,હું એસબીઆઈ બેંકમાંથી વાત કરું છું.એના માટે સ્પેશિયલ ઓફર છે,તમારા ક્રેડિટ કાર્ડની લિમિટ વધારી શકો છો કહી જન્મ તારીખ અને મો.નંબર જાણવતા તેમને વિશ્વાસ આવ્યો હતો.જોકે અરિફભાઈએ કેટલી લિમિટ વધશે પૂછતા સામે વાળાએ રૂ ૨૦ હજાર કિધું હતું.તેથી અરીફભાઈએ હા પાડી હતી.દરમિયાન વાળાએ કહ્યું કે,તમે ફોન કાપતા નહિ તમારી કાર્ડની લિમિટ વધારી આપુ છું કહી એક ઓટીપી આવશે જે મને જણાવજો પછી કાર્ડની લિમિટ વધી જશે કિધું હતું.ત્રણ અલગ અલગ ઓટીપી આવતા અરિફભાઇએ ઓટીપી નંબર સામે વાડાને આપ્યા બાદ જણાવ્યું કે તમારા કાર્ડની લિમિટ વધી ગઈ છે કહી ફોન કટ કરી દિધો હતો. જોકે થોડી વારમાં અજાણ્યાં નંબરથી બીજો કોલ આવ્યો કે,તમારા કાર્ડની લિમિટ વધી ગઈ છે.અને તમે એચ. ડી.એફ.સી નું પણ ક્રેડીટ કાર્ડ ધરાવો છો કહેતા અરીફભાઇએ ફોન કટ કર્યો હતો.બીજા દિવસે અરિફભાઈએ તેના મિત્રને આવેલા મેસેજ બતાવતા જાણવા મળ્યું કે,અલગ અલગ કુલ રૂ.૧.૧૮ લાખનું ટ્રાન્જેક્શન MAGIC BRICKS REALY NEW DELHI માં થયું હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે અફિરેભાઈએ કાલુપુર પોલીસમાં અજાણ્યાં શખસના વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here