સ્પોર્ટ્સ ડેસ્ક41 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે પર્થમાં ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. શનિવારે ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ 300 રનની લીડ મેળવી લીધી હતી. પાકિસ્તાન તેની પ્રથમ ઇનિંગમાં માત્ર 277 રન જ બનાવી શક્યું હતું.
દિવસની રમતના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ તેના બીજા દાવમાં 2 વિકેટે 84 રન બનાવી લીધા હતા. પ્રથમ દાવમાં 164 રન બનાવનાર ડેવિડ વોર્નર બીજી ઇનિંગમાં શૂન્ય પર આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથ અને ઉસ્માન ખ્વાજા નોટઆઉટ છે, બંને ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાની ઇનિંગને આગળ ધપાવશે કરશે.
પાકિસ્તાન તરફથી ઈમામ-ઉલ-હકની ફિફ્ટી
પર્થ સ્ટેડિયમમાં ત્રીજા દિવસે પાકિસ્તાને 2 વિકેટે 132 રનના સ્કોર સાથે પોતાનો દાવ આગળ વધાર્યો હતો. ટીમ 271 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈમામ-ઉલ-હક 199 બોલમાં 62 રન બનાવીને આઉટ થયો હતો. તેના સિવાય અન્ય બેટર કંઈ ખાસ કરી શક્યા ન હતા. નાઇટ વોચમેન ખુર્રમ શહેઝાદ માત્ર 7 રન બનાવીને આઉટ થયો હતો. તેના પછી બાબર આઝમ 21, સઈદ શકીલ 28, સરફરાઝ અહેમદ 3, ફહીમ અશરફ 9, આમેર જમાલ 10 અને શાહીન શાહ આફ્રિદી માત્ર 4 રન બનાવી શક્યા હતા. સલમાન અલી આગા 28 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો.
લાયનની 3 વિકેટ
ઓસ્ટ્રેલિયા તરફથી પ્રથમ દાવમાં સ્પિનર નાથન લાયને સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. કેપ્ટન પેટ કમિન્સ અને મિચેલ સ્ટાર્કને 2-2 વિકેટ મળી હતી. જોશ હેઝલવુડ, મિચેલ માર્શ અને ટ્રેવિસ હેડને એક-એક સફળતા મળી. પાકિસ્તાન પ્રથમ દાવમાં 271 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 487 રન બનાવ્યા હતા, તેથી ટીમને 216 રનની લીડ મળી હતી.
ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં 2 વિકેટ ગુમાવી દીધી
ઓસ્ટ્રેલિયાએ પણ ત્રીજા દિવસે જ તેનો બીજો દાવ શરૂ કર્યો હતો. ટીમે 2 વિકેટ ગુમાવીને 84 રન બનાવ્યા હતા અને 300 રનની લીડ મેળવી હતી. ઓપનર ડેવિડ વોર્નર પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો, જ્યારે માર્નસ લાબુશેન 2 રન બનાવીને આઉટ થયો હતો. બંને વિકેટ ખુર્રમ શહઝાદે લીધી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ઉસ્માન ખ્વાજા 34 રન બનાવ્યા બાદ અણનમ રહ્યા અને સ્ટીવ સ્મિથ 43 રન બનાવ્યા બાદ અણનમ રહ્યા, આ બંને ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાના દાવને આગળ ધપાવશે.
આમેર જમાલે બીજા દિવસે 6 વિકેટ લીધી હતી
બીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ ઇનિંગમાં 487 રન બનાવ્યા હતા, પાકિસ્તાન તરફથી આમેર જમાલે 6 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ માર્શે 90 રન બનાવ્યા હતા. બીજા જ દિવસે પાકિસ્તાને તેની પ્રથમ ઇનિંગ શરૂ કરી, ટીમે 2 વિકેટે 132 રન બનાવ્યા હતા.
પ્રથમ દિવસે વોર્નરની સદી
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસની રમતના અંતે 5 વિકેટે 346 રન બનાવ્યા હતા. તેમના તરફથી ઓપનર ડેવિડ વોર્નરે સદી ફટકારી હતી, તે 164 રન બનાવીને આઉટ થયો હતો. પાકિસ્તાન તરફથી આમેર જમાલે 2 વિકેટ લીધી હતી.