- Gujarati News
- Sports
- Cricket
- Baroda Smashed 349 Runs Against Sikkim In Syed Mushtaq Ali Trophy In Indore; Team Hits 37 Sixes In Innings; Bhanu Pania Scored 134 Runs
સ્પોર્ટ્સ ડેસ્ક3 મિનિટ પેહલા
- કૉપી લિંક
બરોડાની ટીમે તમામ જૂના રેકોર્ડ તોડીને ઈતિહાસ રચ્યો છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં કૃણાલ પંડ્યાની ટીમે 20 ઓવરમાં 349 રન બનાવીને T20 ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. સિક્કિમ સામે રમતી વખતે બરોડાના બેટર્સે તોફાની બેટિંગ કરીને આ વિશાળ સ્કોરબોર્ડ બનાવ્યું હતું. આ પહેલાં સૌથી મોટા T20 ટોટલનો રેકોર્ડ ઝિમ્બાબ્વેના નામે હતો, જેના બેટર્સે આ વર્ષે ગેમ્બિયાની ટીમ સામે 20 ઓવરમાં 344 રન બનાવ્યા હતા.
બરોડાએ સિક્કિમને 350 રનનો ટાર્ગેટ આપ્યો સૈયદ મુશ્તાક અલી 2024ની ગ્રૂપ-Bની મેચમાં બરોડાનો મુકાબલો સિક્કિમ સામે છે. આ મેચમાં બરોડાની ટીમે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલી બેટિંગ કરતા બરોડાની ટીમે શાનદાર શરૂઆત કરી હતી. ટીમ વતી શાશ્વત રાવત અને અભિમન્યુ સિંહે આક્રમક શૈલીમાં ઓપનિંગ કરીને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. બન્ને ઓપનરોએ પણ તોફાની બેટિંગ કરી અને પ્રથમ વિકેટ માટે 92 રન જોડ્યા. શાશ્વત રાવત (16 બોલમાં 43 રન) અને અભિમન્યુ સિંહ રાજપૂતે (17 બોલમાં 53 રન) ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. રાવતે 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકારી હતી, જ્યારે અભિમન્યુએ 4 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા.
ભાનુ પાનિયાની ધમાકેદાર સદી ગ્રૂપ-Bની તેમની છેલ્લી લીગ મેચમાં સિક્કિમ સામે બેટિંગ કરતા બરોડાએ નિર્ધારિત 20 ઓવરમાં 349 રન બનાવ્યા હતા, જેમાં ત્રીજા નંબરે આવેલા ભાનુ પાનિયાનું સૌથી શક્તિશાળી ફોર્મ જોવા મળ્યું હતું. તેણે અણનમ સદી ફટકારી અને 134 રનની શાનદાર ઇનિંગ રમી. ભાનુએ માત્ર 51 બોલનો સામનો કરીને આ રન બનાવ્યો, જેમાં 15 છગ્ગા પણ સામેલ હતા. ઇનિંગમાં તેના બેટમાંથી 5 ચોગ્ગા પણ આવ્યા હતા.
શિવાલિક અને વિષ્ણુની પણ તોફાની બેટિંગ ચોથા અને પાંચમા નંબર પર બેટિંગ કરતા શિવાલિક શર્મા અને વિષ્ણુ સોલંકીએ પણ તોફાની શૈલીમાં ફિફ્ટી ફટકારી હતી. શિવાલિકે 17 બોલમાં 3 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 55 રન બનાવ્યા હતા. તે જ સમયે, વિષ્ણુએ બોલરોને હંફાવ્યા અને માત્ર 16 બોલમાં 50 રન બનાવ્યા. આ ઇનિંગમાં 2 ચોગ્ગા અને 6 છગ્ગા પણ હતા. સિક્કિમના રોશન કુમાર સૌથી મોંઘો સાબિત થયો હતો. તેણે પોતાની ચાર ઓવરમાં 2 વિકેટ લઈને 81 રન આપ્યા હતા.
18મી ઓવરમાં જ ટીમનો સ્કોર 300ને પાર ત્રીજા નંબરના બેટર ભાનુ પાનિયાની 42 બોલમાં સદીની મદદથી બરોડાએ માત્ર 17.2 ઓવરમાં 300 રનનો આંકડો પાર કરી લીધો હતો. ટીમે પાવરપ્લેમાં જ 100 રન પૂરા કર્યા હતા. આ સાથે બરોડા IPL સિવાય T20 પાવરપ્લેમાં 100 રન બનાવનારી પ્રથમ ભારતીય ડોમેસ્ટિક ટીમ બની છે. ટીમે 20 ઓવરના અંતે 349 રન બનાવ્યા હતા. આ રીતે બરોડા T20માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમ બની ગઈ છે. આ પહેલા વર્ષ 2024માં જ ઝિમ્બાબ્વેએ ગેમ્બિયા સામેની મેચમાં 4 વિકેટે 344 રન બનાવ્યા હતા.
37 છગ્ગા… સિક્કિમના બોલરોની ધોલાઈ કરી! સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીમાં બરોડાના બેટર્સની બેટિંગ સામે સિક્કિમના બોલરો પાસે કોઈ જવાબ નહોતો. બરોડાના બેટર્સે તેમની સ્ટ્રાઈક રેટ જોઈને કેટલી નિર્દયતાથી બેટિંગ કરી રહ્યા હતા તેનો અંદાજ લગાવી શકો છો. ટોચના 5 બેટર્સમાંથી કોઈનો સ્ટ્રાઈક રેટ 200થી નીચે નહોતો.
બરોડાની ઇનિંગ્સમાં કુલ 37 સિક્સર ફટકારવામાં આવી હતી, જે ઝિમ્બાબ્વેએ ગેમ્બિયા મેચમાં ફટકારવામાં આવેલા 27 સિક્સરની રેકોર્ડ સંખ્યા કરતાં 10 વધુ છે.