પર્થ27 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે સ્વદેશ પરત ફરી રહ્યા છે. કેનબેરામાં 30 નવેમ્બરથી શરૂ થનારી બીજી પ્રેક્ટિસ મેચમાં તે ભારતીય ટીમ સાથે નહીં હોય. જો કે તે 6 ડિસેમ્બરથી યોજાનારી એડિલેડ ટેસ્ટ પહેલા ટીમ સાથે જોડાશે.
ભાસ્કરને મળેલી માહિતી મુજબ, ‘ગંભીર એક ફેમિલી ફંક્શનમાં ભાગ લેવા ભારત આવી રહ્યો છે.’ ગંભીરના એક નજીકના વ્યક્તિએ જણાવ્યું કે, ગંભીરના પરિવારમાં એક ફંક્શન છે. પ્રથમ અને બીજી મેચ વચ્ચે પણ અંતર છે તેથી તેઓ સ્વદેશ પરત ફરી રહ્યા છે. તે બીજી ટેસ્ટ પહેલાં ટીમ સાથે જોડાશે.’
ભારતીય ટીમ 27 નવેમ્બર, બુધવારે કેનબેરા જશે, જ્યાં ટીમ ઈન્ડિયા 30 નવેમ્બરથી પ્રાઇમ મિનિસ્ટર-11 સામે તેની બીજી પ્રેક્ટિસ મેચ રમશે. હાલમાં ભારતીય ટીમ 5 ટેસ્ટ સિરીઝમાં 1-0થી આગળ છે.
ભારતીય ટીમે પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું હતું.
નાયર અને મોર્કેલની દેખરેખ હેઠળ ટ્રેનિંગ ગૌતમ ગંભીરની ગેરહાજરીમાં ભારતીય ટીમ અન્ય કોચિંગ સ્ટાફની દેખરેખ હેઠળ ટ્રેનિંગ આપશે. આમાં આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયર અને રેયાન ટેન ડોશેટ, બોલિંગ કોચ મોર્ને મોર્કેલ અને ફિલ્ડિંગ કોચ ટી દિલીપ કેપ્ટન રોહિત શર્માની સલાહ પર ટ્રેનિંગ આપશે.
ભારતીય કેપ્ટન 2 દિવસ પહેલા 24 નવેમ્બરે ટીમ સાથે જોડાયો હતો. તે પેટરનિટી લીવ પર હતો. રોહિતની પત્ની રિતિકાએ પુત્રને જન્મ આપ્યો છે.
રોહિત શર્માની આ તસવીર 23 નવેમ્બર શનિવારની છે. તે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો.
ભારતે પર્થ ટેસ્ટ 295 રનથી જીતી ભારતીય ટીમે સોમવારે 26 નવેમ્બરે પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું હતું. ચોથા દિવસે 534 રનને ચેઝ કરવા ઉતરેલી કાંગારૂ ટીમ બીજા દાવમાં 238 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે બીજી ઇનિંગ 6 વિકેટે 487 રન પર ડિકલેર કરી હતી. ટીમ ઈન્ડિયાએ પહેલી ઇનિંગમાં 150 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગમાં 104 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કેપ્ટન જસપ્રીત બુમરાહે 8 વિકેટ લીધી હતી. તેણે પહેલી ઇનિંગમાં 5 અને બીજી ઇનિંગમાં 3 વિકેટ ઝડપી હતી.
પર્થ ટેસ્ટમાં જીત બાદ સેલિબ્રેટ કરતા ભારતીય ખેલાડીઓ.