30 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટીમ ઈન્ડિયાની 3 સ્ટ્રેન્થ..
1. ગોલકીપર પીઆર શ્રીજેશ
અનુભવી ગોલકીપર પીઆર શ્રીજેશ ભારતની સૌથી મોટી તાકાત છે. અનુભવી ગોલકીપરે પોતાની છેલ્લી ટુર્નામેન્ટ રમીને બ્રિટન સામેની ક્વાર્ટર ફાઈનલમાં પેનલ્ટી શૂટઆઉટમાં 2 ગોલ બચાવીને ટીમ ઇન્ડિયાને જીત તરફ દોરી હતી. શ્રીજેશે મેચમાં કુલ 11 પેનલ્ટી રોકી હતી.
પીઆર શ્રીજેશે ક્વાર્ટર ફાઈનલમાં 11 સેવ કરીને ભારતને સેમિફાઈનલમાં પ્રવેશવામાં મદદ કરી હતી.
2. હરમનપ્રીતની કેપ્ટનશિપ
હરમનપ્રીત સિંહના નેતૃત્વમાં ટીમ એકજુટ દેખાઈ રહી છે અને બ્રોન્ઝ મેડલ જીતવાની મોટી દાવેદાર છે. હરમને અત્યાર સુધીમાં 8 ગોલ કર્યા છે. જેમાંથી 5 ગોલ પેનલ્ટી કોર્નર પર આવ્યા છે જ્યારે 3 ગોલ પેનલ્ટી સ્ટ્રોક પર આવ્યા છે. હરમન પેનલ્ટી પર ગોલ કરવામાં નિપુણતા ધરાવે છે. તે વિશ્વના ટોચના ડ્રેગ ફ્લિકર્સમાંથી એક છે.
હરમને બ્રિટન સામે પેનલ્ટી શૂટઆઉટમાં ગોલ કરીને ભારતને આગળ કર્યું હતું. અગાઉ, તેણે મેચ દરમિયાન આપવામાં આવેલી પેનલ્ટી પર 360 ડિગ્રી ફેરવીને ગોલ કર્યો હતો, જેની ખૂબ ચર્ચા થઈ હતી. આ ગોલથી ભારતને લીડ મળી હતી.
3. ભારતનું ડિફેન્સ
ટુર્નામેન્ટમાં ભારતીય ટીમનું ડિફેન્સ શાનદાર રહ્યું છે. ટીમે આખી ટુર્નામેન્ટમાં માત્ર 8 ગોલ આપ્યા છે. બ્રિટન સામેની છેલ્લી મેચમાં અમિત રોહિદાસને 12મી મિનિટે રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હતું. જે બાદ ટીમે 48 મિનિટ સુધી 10 ખેલાડીઓ સાથે રમત ચાલુ રાખી. ટીમે માત્ર એક ગોલ ગુમાવ્યો હતો.