કેનબેરા41 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારત અને ઓસ્ટ્રેલિયાની PM-11 વચ્ચેની બીજી પ્રેક્ટિસ મેચના પ્રથમ દિવસની રમત વરસાદને કારણે રદ કરવામાં આવી છે.
આ મેચ શનિવારે સવારે 9:40 વાગ્યે (ભારતીય સમય મુજબ) રમવાની હતી, પરંતુ મેચ પહેલા કેનબેરામાં વરસાદ શરૂ થયો હતો. બીજા દિવસે મેચનો ટૉસ સવારે 8.40 કલાકે થશે.
ઓસ્ટ્રેલિયાના PM 2 દિવસ પહેલા ટીમને મળ્યા હતા
મધ્યમાં ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની એલ્બેનીઝ અને ડાબી બાજુએ ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને જમણી બાજુએ PM XIના કેપ્ટન જેક એડવર્ડ્સ.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની એલ્બેનિઝે ભારતીય ટીમના ખેલાડીઓ સાથે વાત કરી હતી.
એડિલેડ ટેસ્ટ માટે મહત્વની મેચ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની એડિલેડ ટેસ્ટની તૈયારીઓના સંદર્ભમાં આ પ્રેક્ટિસ મેચ મહત્વપૂર્ણ છે. હકીકતમાં, તે 6 ડિસેમ્બરથી પિંક બોલથી રમાશે. આ ડે-નાઈટ મેચ હશે. આવી સ્થિતિમાં બંને ટીમ પ્રેક્ટિસ મેચથી પોતાની તૈયારીઓને મજબૂત કરવા જઈ રહી છે.
ભારત પરફેક્ટ કોમ્બિનેશન શોધી રહ્યું છે આ પ્રેક્ટિસ મેચમાં ભારતીય ટીમે ઘણા સવાલોના જવાબ શોધવાના છે. હકીકતમાં, ભારતીય કેપ્ટન રોહિત શર્મા પિતૃત્વ રજામાંથી પરત ફર્યા છે અને અંગૂઠાની ઈજામાંથી સ્વસ્થ થઈ ગયો છે. આટલું જ નહીં, કેએલ રાહુલે પર્થમાં યશસ્વી જયસ્વાલ સાથે 201 રનની ઓપનિંગ ભાગીદારી કરીને ટોપ ઓર્ડર માટે દાવો કર્યો છે. આવી સ્થિતિમાં રાહુલને ટોપ ઓર્ડરમાં ઉતારવાની માગ છે. 3 સવાલો…
- યશસ્વીનો ઓપનિંગ પાર્ટનર કોણ છે? યશસ્વી જયસ્વાલે પર્થ ટેસ્ટની બીજી ઇનિંગમાં 161 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે પણ તેને સારો સાથ આપ્યો હતો. હવે રોહિત શર્માએ પુનરાગમન કર્યું છે. આવી સ્થિતિમાં એડિલેડ ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ સાથે કોણ ઓપનિંગ કરશે?
- ગિલ માટે કોણ બહાર થશે? શુભમન ગિલ અંગૂઠાની ઈજામાંથી સાજો થઈ ગયો છે. અંગૂઠામાં ઈજાના કારણે તેને પર્થ ટેસ્ટમાંથી બહાર થવું પડ્યું હતું. તેમન સ્થાને દેવદત્ત પડિકલને તક આપવામાં આવી હતી, જો કે પડિકલ તે તકનો લાભ ઉઠાવી શક્યા ન હતો. હવે જોવાનું એ રહે છે કે ગિલ માટે કોણ બહાર થશે?
- રાહુલ કયા નંબર પર બેટિંગ કરશે? સામાન્ય રીતે કેએલ રાહુલ મિડલ ઓર્ડરમાં બેટિંગ કરે છે. કારણ કે રોહિત અને ગિલ પુનરાગમન કરી રહ્યા છે. આવી સ્થિતિમાં કેએલ રાહુલને કયા નંબર પર મેદાનમાં ઉતારવામાં આવશે તે જોવું રહ્યું. પર્થ ટેસ્ટમાં ઓપનિંગ કરતી વખતે તેણે 26 અને 77 રનની ઇનિંગ રમી હતી.