સ્પોર્ટ્સ ડેસ્ક4 કલાક પેહલા
- કૉપી લિંક
શમીએ એક વીડિયો પોસ્ટ કર્યો છે. આમાં તે પૂરી તાકાતથી બોલિંગ કરતો જોવા મળી રહ્યો છે.
ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ચેમ્પિયન્સ ટ્રોફીથી ભારતીય ટીમમાં કમબેક કરી શકે છે. તેણે મંગળવારે એક વીડિયો પોસ્ટથી પોતાની ફિટનેસ અપડેટ આપી હતી. 27 સેકન્ડના વીડિયોમાં શમી પૂરી તાકાતથી બોલિંગ કરતો જોવા મળ્યો હતો.
આ 34 વર્ષીય બોલરે તેની પોસ્ટમાં લખ્યું- ‘ચોક્કસતા, ઝડપ અને જુસ્સો… દુનિયાનો સામનો કરવા માટે તૈયાર!’ શમી ODI વર્લ્ડ કપ 2023થી ટીમ ઈન્ડિયાની બહાર છે. સંપૂર્ણપણે ફિટ ન હોવાને કારણે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) માટે ભારતીય ટીમમાં તેની પસંદગી કરવામાં આવી ન હતી, જોકે તેણે રણજી ટ્રોફી, સૈયદ મુશ્તાક અલી અને વિજય હજારે ટ્રોફીમાં તેના પ્રદર્શનથી પુનરાગમન કર્યું હતું.
જુઓ મોહમ્મદ શમીનો વીડિયો…
શમીના કમબેકના સંકેત આપતી 2 બાબતો
1. ડોમેસ્ટિક ક્રિકેટમાં મજબૂત પ્રદર્શન શમી રણજી ટ્રોફીના રાઉન્ડ-1માં મધ્યપ્રદેશ સામેની બંગાળની મેચમાંથી ઈજા બાદ પરત ફર્યો હતો. તેણે સૈયદ મુશ્તાક અલી (T20) અને વિજય હજારે ટ્રોફી (ODI)માં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું, જેના કારણે ભારતીય ટીમમાં તેના કમબેકની આશા વધી ગઈ છે.
2. શાસ્ત્રી-પોન્ટિંગે કહ્યું- જો શમી રમ્યો હોત તો ભારતનો હાથ ઉપર હોત પૂર્વ ભારતીય કોચ રવિ શાસ્ત્રી અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે ICC સમીક્ષામાં કહ્યું – ‘જો મોહમ્મદ શમીને 5 મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના છેલ્લા રાઉન્ડમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો હોત તો ભારતનો હાથ ઉપર હતો. બંનેએ તેની ઇન્જરી મેનેજમેન્ટ પ્રણાલી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. આવી સ્થિતિમાં પસંદગીકારોએ શમી વિશે વિચારવું પડશે.
છેલ્લી વખત ODI વર્લ્ડ કપ ફાઈનલમાં ભારત તરફથી રમતા જોવા મળ્યો હતો મોહમ્મદ શમીએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ એક વર્ષ પહેલા 19 નવેમ્બર 2023ના રોજ રમી હતી. તે ODI વર્લ્ડ કપની ફાઈનલ મેચ હતી. તે મેચમાં શમીએ એક વિકેટ લીધી હતી. તે મેચમાં ભારતીય ટીમને 6 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
મોહમ્મદ શમીએ ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને પહેલો ઝટકો આપ્યો હતો. તેણે ડેવિડ વોર્નર (7 રન)ને કોહલીના હાથે કેચ કરાવ્યો હતો.
ગયા વર્ષે જાન્યુઆરીમાં પગની ઘૂંટીની સર્જરી કરાવી હતી
શમીએ જાન્યુઆરી 2023માં પગની સફળ સર્જરી બાદ આ ફોટો શેર કર્યો હતો.
શમીએ જાન્યુઆરી-2024માં ઇંગ્લેન્ડમાં પગની ઘૂંટીની સર્જરી કરાવી હતી. છેલ્લા ઘણા મહિનાઓથી શમી બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબ કેમ્પમાં હતો.
મોહમ્મદ શમી સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો …
શાસ્ત્રી-પોન્ટિંગે કહ્યું- જો શમી BGT રમ્યો હોત તો ભારતનું પલડું ભારે હોત
ભારતીય ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના ઈન્જરી મેનેજમેન્ટ પર સવાલ ઉઠાવ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડીઓએ ICC રિવ્યુમાં કહ્યું- ‘જો મોહમ્મદ શમીને 5 મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના છેલ્લા રાઉન્ડમાં ટીમમાં સામેલ કર્યો હોત તો ભારતનું પલડું ભારે હોત.’ સંપૂર્ણ સમાચાર વાંચો…