સ્પોર્ટ્સ ડેસ્ક13 મિનિટ પેહલા
- કૉપી લિંક
T-20 વર્લ્ડ કપમાં આજે પાકિસ્તાન કેનેડા સામે ટકરાશે. બંને ટીમનો ક્રિકેટ ઈતિહાસ 45 વર્ષ જૂનો છે. જો કે, ત્યારે 1979ના ODI વર્લ્ડ કપમાં બંને ટીમ સામસામે આવી હતી.
પાકિસ્તાન અને કેનેડા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 3 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાઈ છે. આ તમામ મેચ પાકિસ્તાનની ટીમે જીતી છે. તેમાં 2 ODI મેચ (1979 અને 2011 ODI વર્લ્ડ કપ) અને 1 T20 મેચનો સમાવેશ થાય છે. કેનેડા પોતાનો ડેબ્યૂ T-20 વર્લ્ડ કપ રમી રહ્યું છે. જ્યારે પાકિસ્તાન 2009નું ચેમ્પિયન છે.
હવે મેચ ડિટેઇલ્સ જાણો…
ટુર્નામેન્ટ: T-20 મેન્સ વર્લ્ડ કપ
મેચ નંબર 22: પાકિસ્તાન Vs કેનેડા
તારીખ: 11મી જૂન
સમય: ટોસ- 7:30 PM, મેચ શરૂ- 8:00 PM.
સ્થળ: નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમ, ન્યૂયોર્ક
બંને ટીમ વચ્ચે એકમાત્ર T-20 મેચ રમાઈ
પાકિસ્તાન અને કેનેડા વચ્ચે એકમાત્ર T-20 મેચ 2008માં રમાઈ હતી. ત્યારે T20 કેનેડા ટુર્નામેન્ટમાં બંને ટીમ સામસામે આવી હતી. આ મેચમાં પાકિસ્તાનની ટીમે કેનેડાને 35 રનથી હરાવ્યું હતું. પાકિસ્તાને ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 137 રન બનાવ્યા હતા. જવાબમાં કેનેડા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 102 રન જ બનાવી શકી હતી.
T-20 ક્રિકેટમાં પાકિસ્તાન અને કેનેડાના ટોચના ખેલાડી…
પ્લેયર્સ ટુ વોચ…
પાકિસ્તાન
- મોહમ્મદ રિઝવાન – રિઝવાને T-20માં 100 મેચ પૂરી કરી છે. તેણે કુલ 3243 વિકેટ ઝડપી હતી. જેમાં એક સદીની ઇનિંગ્સનો પણ સમાવેશ થાય છે. ભારત વચ્ચેની લો સ્કોરિંગ મેચમાં તેણે 31 રનની ઇનિંગ રમી હતી.
- નસીમ શાહ- ભારત સામેની મેચમાં નસીમ શાહે 5.25ની ઈકોનોમી સાથે 3 વિકેટ ઝડપી હતી. આ સાથે જ તેને અમેરિકા સામે પણ સફળતા મળી હતી. તેણે T-20માં કુલ 27 મેચમાં 23 વિકેટ ઝડપી છે.
કેનેડા
- એરોન જોન્સન- કેનેડાના 33 વર્ષના એરોને છેલ્લી શ્રેણીમાં સૌથી વધુ 124 રન ઉમેર્યા હતા. તેણે 12 મેચમાં 101.33ના સ્ટ્રાઈક રેટથી 303 રન બનાવ્યા છે.
- નિકોલસ કિર્ટન- ઓલરાઉન્ડ નિકોલસ કિર્ટને આયર્લેન્ડ સામેની છેલ્લી મેચમાં 35 બોલમાં 49 રનની ઇનિંગ રમી હતી. આ સાથે જ અમેરિકા સામે પણ 51 રન બનાવ્યા હતા. તેણે પોતાની કુલ 16 મેચમાં 364 રન બનાવ્યા છે.
મેચનું મહત્વ
પાકિસ્તાન ગ્રુપ Aમાં ભારત, આયર્લેન્ડ, કેનેડા અને અમેરિકા સાથે છે. ટીમ તેની શરૂઆતની બંને મેચ હારી ચૂકી છે અને કોઈ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. ટીમને ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે આજની મેચ જીતવી જરૂરી છે, જો તે હારશે તો ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. બીજી તરફ, કેનેડા 2 મેચ, 1 જીત અને 1 હાર બાદ 2 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. આ પણ આગલા તબક્કા માટે ક્વોલિફાય થવા માટે કોઈપણ કિંમતે જીતવું પડશે.
ટોસનું મહત્ત્વ
વર્તમાન ટુર્નામેન્ટમાં આ મેદાન પર બેટર્સને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. જે રવિવારે રમાયેલી ભારત-પાકિસ્તાન મેચમાં જોવા મળ્યું હતું. પેસરોને અહીં ઘણી મદદ મળી રહી છે. જ્યારે મિડલ ઓવરોમાં સ્પિનરો ઉપયોગી સાબિત થઈ શકે છે. નાસાઉમાં અત્યાર સુધીમાં 5 મેચ રમાઈ છે. જેમાંથી ચેઝ કરતી ટીમે 3 મેચ જીતી છે, જ્યારે પ્રથમ બેટિંગ કરનાર ટીમ માત્ર બે જ જીતી શકી છે. આમાં ભારત પણ સામેલ છે. આવી સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરશે.
હવામાન અહેવાલ
11 જૂને ન્યૂયોર્કમાં હવામાન ઘણું સારું રહેશે. દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે અને થોડો સૂર્યપ્રકાશ રહેશે. વરસાદ માત્ર 6% છે. મેચના દિવસે અહીંનું તાપમાન 17 થી 24 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11
પાકિસ્તાન: બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), ઉસ્માન ખાન, ફખર ઝમાન, શાદાબ ખાન, ઈફ્તિખાર અહેમદ, ઈમાદ વસીમ, શાહીન આફ્રિદી, હારિસ રઉફ, નસીમ શાહ અને મોહમ્મદ આમિર.
કેનેડા: સાદ બિન ઝફર (કેપ્ટન), એરોન જોન્સન, નવનીત ધાલીવાલ, પરગટ સિંહ, નિકોલસ કિર્ટન, શ્રેયસ મૌવા (વિકેટકીપર), દિલપ્રીત બાજવા, જુનેદ સિદ્દીકી, દિલોન હેલીગર, કલીમ સના અને જેરેમી ગોર્ડન.