મુંબઈ4 કલાક પેહલા
- કૉપી લિંક
ટીમ ઈન્ડિયાનો યુવા બેટર શ્રેયસ અય્યર રણજી ટ્રોફી મેચ રમતા જોવા મળશે. મુંબઈએ તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. ટીમ એલિટ ગ્રુપમાં તેની બીજી મેચ 12 જાન્યુઆરીથી આંધ્રપ્રદેશ સામે રમશે.
શ્રેયસને અફઘાનિસ્તાન સામેની T20 ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે. T20 શ્રેણી 11 જાન્યુઆરીથી શરૂ થશે અને 17 જાન્યુઆરી સુધી ચાલશે.
ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ રમી શકે છે
મુંબઈને 12 જાન્યુઆરીથી આંધ્ર પ્રદેશ સામે બીજા રાઉન્ડની મેચ રમવાની છે. આ મેચ મુંબઈના જ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. શ્રેયસને ભારતની T20 ટીમમાં સ્થાન નથી મળ્યું પરંતુ તે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ ટીમમાં આવી શકે છે. સાઉથ આફ્રિકાના છેલ્લા પ્રવાસમાં તે 4 ઇનિંગ્સમાં 31, 6, 0 અને 4 રન જ બનાવી શક્યો હતો. આવી સ્થિતિમાં રણજી મેચ રમવી તેમના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
વર્લ્ડ કપમાં 2 સદી ફટકારી હતી
ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં શ્રેયસ ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાના કારણે તે IPL, WTC ફાઈનલ અને વેસ્ટ ઈન્ડિઝમાં સિરીઝ રમી શક્યો નહોતો. તેણે ઈજા બાદ એશિયા કપમાંથી પુનરાગમન કર્યું હતું પરંતુ વન-ડે વર્લ્ડ કપમાં તેણે પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા હતા. ટુર્નામેન્ટમાં શ્રેયસે નંબર-4 પર બેટિંગ કરતા 2 સદી ફટકારી અને 500થી વધુ રન પણ બનાવ્યા.
છેલ્લી રણજી મેચ 2018-19માં રમી હતી
29 વર્ષનો શ્રેયસ અય્યર મુંબઈ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. તેણે 2018-19 સિઝનમાં ટીમ માટે તેની છેલ્લી રણજી ટ્રોફી મેચ રમી હતી. શ્રેયસના આવવાથી મુંબઈ વધુ મજબૂત બનશે, કારણ કે શિવમ દુબે અને સરફરાઝ ખાન ટીમમાં નહીં હોય.
સરફરાઝ ભારત-A ટીમનો ભાગ છે અને તે ઇંગ્લેન્ડ લાયન્સ સામે પ્રથમ શ્રેણીની મેચ રમશે. આ મેચ 12-13 જાન્યુઆરીએ રમાશે. દુબે અફઘાનિસ્તાન સામેની ભારતની T20 ટીમનો ભાગ છે.
પૃથ્વી શો ઈજાગ્રસ્ત, રહાણે કેપ્ટનશિપ કરશે
ઓપનર પૃથ્વી શો ગયા વર્ષે ઓગસ્ટમાં ઈજાગ્રસ્ત થયા બાદ સ્પર્ધાત્મક ક્રિકેટથી દૂર છે. તે ઘૂંટણની ઈજામાંથી સાજો થઈ રહ્યો છે. અજિંક્ય રહાણે બીજી મેચમાં મુંબઈની કેપ્ટનશિપ કરતો જોવા મળશે, તે બિહાર સામેની પ્રથમ મેચમાં ગરદનના દુખાવાના કારણે રમી શક્યો ન હતો.
રહાણેની જગ્યાએ લેફ્ટ આર્મ સ્પિન ઓલરાઉન્ડર શમ્સ મુલાનીએ કમાન સંભાળી છે. ટીમે બિહારને ઇનિંગ અને 51 રને હરાવ્યું હતું.
મુંબઈની ટીમઃ અજિંક્ય રહાણે (કેપ્ટન), શ્રેયસ અય્યયર, જય બિસ્તા, ભૂપેન લાલવાણી, અમોઘ ભટકલ, સુવેદ પારકર, પ્રસાદ પવાર (વિકેટકીપર), હાર્દિક તામોર (વિકેટકીપર), શમ્સ મુલાની, તનુષ કોટિયન, અથર્વ અંકોલેકર, ધવલ કુલકર્ણી, રોયસ્ટન ડાયસ, સિલ્વેસ્ટર ડિસોઝા.