કેનબેરા4 કલાક પેહલા
- કૉપી લિંક
ભારતીય બેટર શુભમન ગિલ અંગૂઠાની ઈજામાંથી સાજો થઈ ગયો છે. તે શુક્રવારે કેનબેરામાં નેટ્સ કરતો જોવા મળ્યો હતો. તે આકાશ દીપ અને યશ દયાલના બોલ રમી રહ્યો હતો. આ પહેલા ગિલ થ્રો-ડાઉનર સાથે પ્રેક્ટિસ કરતો હતો.
25 વર્ષીય શુભમન ગિલ 30 નવેમ્બરથી પ્રાઈમ મિનિસ્ટર-XI સાથે પ્રેક્ટિસ મેચમાં રમતા જોઈ શકાય છે. પર્થ ટેસ્ટ પહેલા પ્રેક્ટિસ દરમિયાન તેને ઈજા થઈ હતી. તેના અંગૂઠામાં ફ્રેક્ચર થયું હતું.
ગિલનો આ ફોટો 13 નવેમ્બરના પ્રેક્ટિસ સેશનનો છે.
ઈજાના કારણે પર્થ ટેસ્ટ છોડવી પડી હતી અંગૂઠામાં ઈજાના કારણે ગિલને પર્થ ટેસ્ટમાંથી બહાર થવું પડ્યું હતું. તેના સ્થાને દેવદત્ત પડિક્કલને તક આપી હતી, જો કે પડિકલ તે તકનો લાભ ઉઠાવી શક્યા ન હતો. ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં તેણે માત્ર 25 રન બનાવ્યા હતા. તે પ્રથમ દાવમાં ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.
પર્થ ટેસ્ટના પ્રથમ દાવમાં પડિકલ ઝીરો પર આઉટ થયો હતો. બીજા દાવમાં તે માત્ર 25 રન જ બનાવી શક્યો હતો.
કેપ્ટન રોહિત સાથે કમબેક કરશે શુભમન ગિલ કેપ્ટન રોહિત શર્મા સાથે એડિલેડ ટેસ્ટમાં કમબેક કરશે. રોહિત શર્મા પિતૃત્વ રજાને કારણે પર્થ ટેસ્ટમાં ટીમનો ભાગ નહોતો. 15 નવેમ્બરે તે બીજી વખત પિતા બન્યો અને આ કારણે તે પ્રથમ ટેસ્ટ મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ ન હતો.
એડિલેડ ટેસ્ટ 6 ડિસેમ્બરથી, પ્રેક્ટિસ મેચ 30 નવેમ્બરથી રમાશે ભારતે ઓસ્ટ્રેલિયા સામે 6 ડિસેમ્બરથી એડિલેડ ઓવલ મેદાન પર ટેસ્ટ સિરીઝની બીજી મેચ રમવાની છે. આ ડે-નાઈટ મેચ પિંક બોલથી રમાશે. આ પહેલા 30 નવેમ્બરથી બંને ટીમ ઈન્ડિયા અને PM-XI વચ્ચે 2 દિવસીય પ્રેક્ટિસ મેચ રમાવાની છે. પ્રેક્ટિસ મેચ પણ માત્ર પિંક બોલથી જ રમાશે.
BGT સંબંધિત આ સમાચાર પણ વાંચો…
કોહલીનો ‘મસાલેદાર’ જવાબ સાંભળીને ઓસ્ટ્રેલિયાના PM હસી પડ્યા
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે ગુરુવારે કેનબેરામાં પાર્લિયામેન્ટ હાઉસમાં ભારતીય ક્રિકેટ ટીમની યજમાની કરી હતી. PM અલ્બેનીઝે જસપ્રીત બુમરાહ અને વિરાટ કોહલીના પર્થ ટેસ્ટમાં મેચવિનિંગ પ્રદર્શન માટે પ્રશંસા કરી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો…