વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આવતીકાલથી 28 ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ શરૂ થશે ત્યારે આવતીકાલના મેચ માટે ઓસ્ટ્રેલિયાની ટીમે ટીમે નેટ પ્રેક્ટિસ કરી હતી અને ખેલાડીઓએ ખૂબ પરસેવો પાડ્યો હતો. નેટ પ્રેક્ટિસ બાદ ઓસ્ટ્રેલિયા માસ્ટર્સની ટીમના પ
.
શોન માર્શ, ઓસ્ટ્રેલિયન ક્રિકેટર
પહેલી મેચ ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ અને શ્રીલંકા માસ્ટર્સ વચ્ચે રમાશે 22 ફેબ્રુઆરીથી મુંબઈમાં શરુ થયેલી IML લીગની વડોદરા મેચો આવતીકાલથી શરુ થશે, જેમાં ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ અને શ્રીલંકા માસ્ટર્સ વચ્ચે વડોદરાની પ્રથમ મેચ રમાશે. 28 ફેબ્રુઆરીથી 7 માર્ચ દરમિયાન 6 મેચ કોટંબી સ્ટેડિમમાં રમાશે, જેમાં ભારત, સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, વેસ્ટઇન્ડિઝ અને શ્રીલંકાની ટીમો રમશે.

60 દિગ્ગજ કિક્રેટરો માસ્ટર લીગમાં રમશે આ ટીમોમાં સચિન તેંડુલકર, યુવરાજસિંગ, ઈસુ પઠાણ, ઈરફાન પઠાણ, કુમાર સાંગાકારા, બ્રાયન લારા, ઇયોન મોર્ગન, શેન વોટ્સન, શોન માર્શ, જેક કાલિસ, કેવિન પીટરસન, જોન્ટી રોડ્સ અને ક્રિશ ગેલ સહિતના 60 કિક્રેટર માસ્ટર લીગમાં રમશે. આ ઉપરાંત ગર્વનિંગ કાઉન્સિલમાં સુનિલ ગાવસ્કર, સોન પોલોક, સર વિવ રિચાર્ડ્સ પણ હાજર રહેશે. આ ઉપરાંત અમ્પાયર તરીકે સિમોન ટૌફલ અને બીલી બાઉડન હાજર રહેશે અને મેચ રેફરી તરીકે ગુડપ્પા વિશ્વનાથન રહેશે.

ખેલાડીઓ ફરી એકવાર ગ્રાઉન્ડ પર પોતાનો જાદુ પાથરશે ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગમાં સચિન તેંડુલકર, બ્રાયન લારા, શેન વોટસન, જેક્સ કાલિસ, કુમાર સંગાકારા અને ઇયોન મોર્ગન જેવા માસ્ટર્સને તેમની સંબંધિત 6 ટીમોનું નેતૃત્વ કરી રહ્યા છે, જેથી આવા મહાન ખેલાડીઓનું ક્રીઝ પર કૌવત ફરી એકવાર જોવા મળશે. વડોદરા ખાતે આ સિરીઝ પૈકી 6 મેચો યોજાશે, જેમાં ભારત, ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝના મહાન ખેલાડીઓ ફરી એકવાર ગ્રાઉન્ડ પર પોતાનો જાદુ પાથરશે.
ઇન્ટરનેશનલ પ્રીમિયર લીગની વડોદરાની મેચોનું શિડ્યુલ
- 28 ફેબ્રુઆરી – શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા
- 1 માર્ચ – ભારત અને સાઉથ આફ્રિકા
- 3 માર્ચ- સાઉથ આફ્રિકા અને ઇગ્લેન્ડ
- 5 માર્ચ- ભારત અને ઓસ્ટ્રેલિયા
- 6 માર્ચ- શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝ
- 7 માર્ચ- ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા

ઓસ્ટ્રેલિયન માસ્ટર્સ ટીમ
- શેન વોટ્સન
- શોન માર્શ
- પીટર નેવિલ
- બેન ડંક
- ડેન ક્રિશ્ચન
- બેન કટિંગ
- નાથન રેર્ડોન
- જેસન કરેજ્ઝા
- ઝેવિયર ડોહેટ્રી
- જેમ્સ પેટિન્સન
- કોલ્ટર નાઈલ
- કેલમ ફર્ગ્યુસન
- બ્રાયસ મકેન
- બેન હિલ્ફેનહોંસ
- બેન લાફ્લિન