સ્પોર્ટ્સ ડેસ્ક31 મિનિટ પેહલા
- કૉપી લિંક
ખરાબ હવામાનના કારણે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. સોમવારે ટીમની ફ્લાઈટનું લેન્ડિંગ બે વખત નિષ્ફળ ગયું હતું. કોલકાતાએ તેની છેલ્લી મેચ 5 મેના રોજ લખનઉમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે રમી હતી.
આ મેચ બાદ KKR ટીમ સોમવારે ચાર્ટર્ડ પ્લેન દ્વારા લખનઉથી કોલકાતા જવા રવાના થઈ હતી. પરંતુ મોડી રાત્રે ખરાબ હવામાનને કારણે કોલકાતાની ફ્લાઇટનું લેન્ડિંગ બે વખત નિષ્ફળ ગયું અને ટીમ હજુ પણ કોલકાતા પહોંચી શકી નથી. ટીમ આજે બપોરે વારાણસીથી કોલકાતા પરત જશે. KKRએ આ અપડેટ સોશિયલ મીડિયા પર આપી હતી.
KKRએ ટીમ ફ્લાઈટ સંબંધિત ત્રણ ટ્વીટ કર્યા
સોમવારે કોલકાતામાં ગાજવીજ સાથે ભારે વરસાદ થયો હતો. આવી સ્થિતિમાં ખરાબ હવામાનને કારણે કોલકાતાનું ચાર્ટર્ડ પ્લેન સફળ લેન્ડિંગ કરી શક્યું નથી. આ ફ્લાઈટને ગુવાહાટી ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
તે જ સમયે, રાત્રે 1:20 વાગ્યે, KKRએ ટ્વિટ કર્યું કે ગુવાહાટીથી કોલકાતા માટે ઉડાન ભર્યા પછી, ટીમ ફરી એકવાર સફળ ઉતરાણ કરી શકી નથી. જે બાદ તેમની ફ્લાઈટને વારાણસી તરફ વાળવામાં આવી હતી. આ પછી ટીમે બપોરે 3 વાગે બીજું ટ્વીટ કર્યું અને કહ્યું કે આખી ટીમ માત્ર વારાણસીમાં જ રોકાઈ રહી છે. ટીમ આજે બપોરે કોલકાતા પરત જશે.
કોલકાતાએ લખનઉને હરાવ્યું
કોલકાતાએ રવિવારે આ સિઝનની 54મી મેચમાં લખનઉને 98 રનથી હરાવ્યું હતું. લખનઉએ હોમ ગ્રાઉન્ડ ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી (એકાના) સ્ટેડિયમમાં ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું. કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટે 235 રન બનાવ્યા હતા. એકાના સ્ટેડિયમમાં પ્રથમ વખત 200થી વધુ રનનો સ્કોર બન્યો હતો. કોલકાતાએ સિઝનમાં છઠ્ઠી વખત 200+ રન બનાવ્યા છે.
જવાબમાં લખનઉની ટીમ 16.1 ઓવરમાં 137 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સુનીલ નારાયણે 39 બોલમાં 81 રનની ઇનિંગ રમી હતી. તે પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.