સ્પોર્ટ્સ ડેસ્ક4 મિનિટ પેહલા
- કૉપી લિંક
મહિલા T20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ સેમિફાઈનલમાં સા. આફ્રિકાએ ડિફેન્ડિંગ અને છ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવ્યું હતું. ગુરૂવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 134 રન બનાવ્યા હતા. જવાબમાં સાઉથ આફ્રિકાએ 17.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. એનેકે બોશે અણનમ 74 રન બનાવ્યા હતા. તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરી હતી.
સાઉથ આફ્રિકાની ટીમે સતત બીજી વખત ટુર્નામેન્ટની ફાઈનલમાં જગ્યા બનાવી છે. T-20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાની ટીમને હરાવવામાં સફળતા મેળવી છે.
એનેકે બોશને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરી હતી.
એનેકે બોશ પ્લેયર ઓફ ધ મેચ સાઉથ આફ્રિકાની બોલિંગ સામે ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 5 વિકેટે 134 રન જ બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી વિકેટકીપર બેટર બેથ મૂનીએ સૌથી વધુ 44 રન બનાવ્યા હતા. કેપ્ટન તાહલિયા મેકગ્રાએ 27 રનનું યોગદાન આપ્યું હતું. અંતે એલિસ પેરીએ 23 બોલમાં 31 રન અને ફોબી લિચફિલ્ડે 9 બોલમાં 16 રનની અણનમ ઇનિંગ રમી હતી.
જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમે શાનદાર શરૂઆત કરી હતી. કેપ્ટન લૌરા વોલ્વાર્ડે ઇનિંગની શરૂઆત કરી અને 42 રનની ઇનિંગ રમી. આ પછી એનેકે બોશે 48 બોલમાં 74 રનની અણનમ ઇનિંગ રમીને પોતાની ટીમને જીત તરફ દોરી હતી. તેણે પોતાની ઇનિંગમાં 8 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.
એનીકે બોશ (ડાબે) અને કેપ્ટન લૌરા વોલ્વાર્ડ વચ્ચે બીજી વિકેટ માટે 96 રનની ભાગીદારી થઈ હતી.
માત્ર બીજી વખત ઓસ્ટ્રેલિયા ફાઈનલ નહીં રમે છ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા મહિલા T20 વર્લ્ડ કપની નવ સિઝનમાં માત્ર બીજી વખત ફાઈનલ પહેલા જ બહાર થઈ ગઈ છે. આટલું જ નહીં 2009 પછી આ પહેલીવાર છે જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ ફાઈનલ નહીં રમે.
વચ્ચે છેલ્લી ફાઈનલ રમાઈ હતી આ બંને ટીમો વચ્ચે વર્ષ 2023ની ફાઈનલ રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું. આ રીતે સાઉથ આફ્રિકાએ હારનો બદલો લીધો.