મંદિરમાં અચાનક ૪ ફૂટનો મગર આવી જતા દોડધામ મચી

0
110

ગીરસોમનાથ જિલ્લાનાં કોડિનારમાં આવેલા નવાગામમાં શનિવારે મધ્યરાત્રિએ હરસિદ્ધિ માતાજીનાં મંદિરમાં ચાર ફૂટનો મગર ઘૂસી ગયો હતો. જેના કારણે મંદિરમાં આવતા ભક્તો તેમજ આસપાસનાં વિસ્તારમાં લોકોમાં ઉત્તેજના ફેલાઇ ગઇ હતી. વનવિભાગને જાણ કર્યા પછી ભારે જહેમતથી સ્ટાફે વહેલી સવારે રેસક્્યુ ઓપરેશન હાથ ધરી મગરને પકડી અને સલામત રીતે અન્યત્ર ખસેડવામાં આવ્યો હતો. ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે ત્યારે જ માતાજીનાં મંદિરમાં મગર આવવાથી ભક્તોમાં આસ્થા પણ ફેલાઇ રહી છે.


નવા ગામમાં હરસિદ્ધિ માતાજીના મંદિરમાં શનિવારે રાત્રે ચાર ફૂટ લાંબો મગર ઘૂસી ગયો હતો. ચૈત્રી નવરાત્રી ચાલતી હોવાથી મંદિરમાં ભક્તોનો ધસારો રહે છે. મંદિર પરિસરમાં મગર ઘૂસ્યાની વાતથી લોકોમાં ઉત્તેજના સાથે દહેશત જાવા મળી હતી.


વનખાતાનો સ્ટાફ વહેલી સવારે મંદિર પ્રાંગણમાં પહોંચી ગયો હતો. બાદ પદ્ધતિસર રેસ્ક્્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.


વનવિભાગનાં સ્ટાફે મગરને બાંધીને સલામત રીતે બીજે ખસેડ્યો હતો. મંદિરમાં મગર ઘૂસ્યાની ખબરથી ગામના અનેક લોકોએ મંદિર આસપાસ જવાથી દૂર રહ્યા હતા અને દર્શન કરી શક્્યા નહોતા. વનવિભાગે મગરને પકડી લેવાયા બાદ લોકોએ હાશકારો અનુભવ્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here