અગાઉન અદાવત રાખી તારા દિકરાને હું જીવતો નહિ રાખું કહી ..

0
17

– અગાઉન અદાવત રાખી તારા દિકરાને હું જીવતો નહિ રાખું કહી યુવકનાં માતાને ધમકી આપી.

– યુવકને સોસાયટીના નાકે બોલાવી એકા એક છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો.

– માતાએ હત્યારાના વિરૂદ્ધમાં પોલીસ ફરીયાદ નોધાવી.

તા.31/૦૮/૨૧
ક્રાઇમ રિપોર્ટ, અમદાવાદ

શહેરના પૂર્વમાં એક વધુ મોતની ધટના સામે આવી છે.જેમાં અગાઉ યુવક સાથે નજીવી બાબતે તકરાર થતા યુવકને મોડી રાત્રે સોસાયટી ના ગેટ પાસે બોલાવી યુવકને એકા એક છરીના ઘા મારી રહેશી નાખ્યો હતો.અને સારવાર દરમિયાન ડોક્ટર મોત જાહેર કરતા યુવકની માતાએ આરોપીના વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાવી.

શહેરના પૂર્વમાં વધું એક હત્યાની ધટના દિનપ્રતિદિન એકા એક સામે આવતી જાઈ છે. બે ત્રણ દિવસ પહેલા વટવા જીઆઇડીસી માં મોતની ધટના સામે આવી હતી. જેવામાં આમ નાગરિકો ને અસામાજીક તત્વો થી ભય લાગતો જોવા મળી રહ્યો છે. પરંતુ અસામાજીક તત્ત્વો ને હવે પોલીસ નામથી પણ ડર નથી લાગતો તેવો જોવા મડી રહ્યું લાગે છે. કારણ કે શહેરના પૂર્વ માં મર્ડર ની વધું થી વધુ ઘટના પ્રકાશીત થઈ રહી છે.જેવોજ એક કિસ્સો અમરાઈવાડી વિસ્તારમા આવેલા સંતોષી નગર વી.1 માં રહેતા ગાયત્રી દેવી મિશ્રા પોતાનાં પરીવાર સાથે રહે છે.અને દિકરા નિખીલેશ તેની માતા ગાયત્રીદેવી ને જણાવ્યું હતું કે, પાંચેક દિવસ પહેલા અજય ઊર્ફે અજજુ અને સાગર ઉર્ફે સુટર નીખીલેસ ના વિશે પોલીસ પાસે બોગસી કરતો હોય જેવી બાબતે ત્રણ ચાર વાર અગાઉ તકરાર કરી જાનથી મારી નાંખવાની ઘમકી આપી હતી. પરંતુ અજય એ ગાયત્રીદેવી ને ધમકી આપી હતી,કે તારા દિકરાને હું જીવતો નહી છોડું કહ્યું હતું.
બાદ અજય ઉફેઁ અજ્જુ અને સાગર ઉર્ફે શૂટરએ મોડી રાત્રે નિખીલેશ ને બોલાવી તું મને કેમ બદનામ કરે છે કહી ઝાઘડો કરવાનું ચાલુ કર્યું હતું. અને ઉશ્કેરાઇ અજય અને સાગર એ નીખીલેશને છરીનાં ઘા ઝીંકી મોતને વહાલો કરી દિધો હતો. ઇજાગ્રસ્ત નીખીલેશને હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડાયો હતો.અને ત્યાં હજાર ડોક્ટરે મોત નિપજયું હોઈ જાહેર કર્યુ હતું.
દરમિયાન પોલીસને ઘટનાની જાણ થતા રામોલ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોચ્યો હતો. આ ઘટનાની જાણ તેની માતા ને થતા ગાયત્રીદેવીએ બે ના વિરૂદ્ધમાં રામોલ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here