પિતાએ પુત્રવધૂ સાથે શારીરિક અડપલા કરતા….

0
32

-પિતાએ પુત્રવધૂ સાથે શારીરિક અડપલા કરતા દિકરો ઉશ્કેરાઈ….

– પિતાને દસ્તા વડે નાક પર ફટકા મારીને મોતને ઘાટ ઉતરી દીધા હતા.

– મોટા ભાઇના વિરૂદ્ધમાં નાના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

તા.૧૯/૦૮/૨૧
ક્રાઇમ રીપોર્ટ, અમદાવાદ
.
પિતાએ મોટા દિકરાની પત્ની ની છેડતી કરતા દિકરો ઉશ્કેરાઇ ને પિતાને દસ્તા વડે નાક પર ફટકા મારીને પિતાને મોતને ઘાટ ઉતર્યો હતો.જોકે ઝગડા વખતે આસપાસના લોકો શાંત કરાવવા જતા તેને પણ મોટા દિકરાએ લાકડીના ફટકા માર્યા હતા.જેમાં નાના ભાઈને ઘટના ની જાણ થતાં મોટા ભાઈના વિરૂદ્ધમાં પોલીસ ફરીયાદ નોધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલા નહેરુ નગર ના છાપરા માં રહેતા પ્રિન્સ ઉ. વ ૧૯ પોતાના પરિવાર સાથે રહે છે.ગત સોમવારે પ્રિન્સ મધર ડેરી ઇન્દિરા બ્રીજ પાસે મિત્રો જોડે બેઠો હતી.ત્યારે મોટા ભાઈ અંકુશ નો ફોન આવ્યો કે,પિતા બ્રિજેશે મારી પત્ની સાથે શારીરિક અડપલા કર્યા છે.એટલે હું એમના સાથે ઝગડો કરવા જાવ છું કહેતો હતો.જોકે પ્રિન્સે મોટાભાઈ અંકુશને કિધું કે,તું શાંતિ રાખ હું ઘરે આવું છું આપડે શાંતિ થી વાત કરીએ અને પ્રિન્સ તેના મિત્ર રાજુ ને ફોન કરી કિધું કે, તું જલ્દી થી મારા ઘરે પહોચ મારો ભાઈ મારા પિતા બ્રીજેશને મારવા જાઈ છે.દરમિયાન ઘરે પહોંચી જોતાં આસપાસના લોકો ટોળા વડી ઉભા હતા.અને ઘરમાં જઈ જોતાં મિત્ર રાજુ,બેન સ્નેહા,અંકુશ તેની પત્ની,પાડોશી રમેશ વગેરે હતા.જોકે પ્રિન્સ પિતા બ્રિજેશ ના નાકે લોહી નીકળતા જોઈ પડોશી રમેશ ને પૂછતા જણાવ્યું કે,અંકુશે ઉશ્કેરાઇ બ્રીજેશભાઈને લોખંડના દસ્તા વડે નાક પર પ્રહાર કર્યો હોવાથી નાકમાં તીવ્ર ગતિથી લોહી નીકળી રહ્યું છે.બાદ પ્રિન્સ ૧૦૮ માં જાણ કરતા સારવાર માટે હોસ્પીટલ ખસેડ્યા હતા.ત્યાં ડોક્ટરે સારવાર વખતે મોત જાહેર કર્યું હતું. આ અંગે પ્રિન્સે પોતાના ભાઈ અંકુશ ના વિરૂદ્ધમાં સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

બોક્ષ- પડોશી ઝગડો નો અવાજ આવતા શાંત કરાવતી વખતે…..

પડોશમાં રહેતા રમેશ ને ઝગડા નો અવાજ આવતા ઝગડો શાંત કરાવવા ગયા હતા.જોકે ઝગડા શાંત કરાવવા જતા ઉશ્કેરાઇ અંકુશ કિધું કે,બાપ દિકરાનો ઝગડો તારે વચ્ચે નહિ પડવાનું કહી પડોશી રમેશને એક લાકડી નો ફટકો મારી દિધો હતો.અને પ્રિન્સે પડોશી રમેશને ઘટના ની પુછપરછ કરતા બધી ઘટના જાણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here