માતા પાસે પૈસાની માંગણી કરી હતી..

0
17

– પૈસા ન આપતા વ્રુધ માતા-પિતા ને ગાડોબોલી,ઢોર મારમારી,મારી નાખવાની ધાકધમકી આપી.

-વ્રુધ પિતાએ દિકરાના વિરુધ્મા પોલીસ ફરીયાદ નોધાવી.

તા.૨૯/૦૮/૨૧
ક્રાઈમ રીપોર્ટ,અમદાવાદ

માતા પાસે પૈસાની માંગણી કરતા પૈસા આપવાની ના પાડતા માતા અને પિતા સાથે ગાડો બોલી,ઢોર મારમારી,પૈસા નહી આપો તો,જાનથી મારી નાખવાની ધાકધમકી આપી હતી.આ અંગે વ્રુધ પિતાએ પોતાના દિકરાના વિરુધ્મા પોલીસ ફરીયાદ નોધાવી.

શહેરના ક્રિશ્નાનગર મા આવેલી ડો.ચંદ્રગલી મા રહેતા રામચંદ તીથાર્ણી ઉ.વ ૬૩ પોતાના પરીવાર સાથે રહે છે. ગત કાલે રામચંદભાઇ ઘરે હજાર હતા.ત્યારે તેમનો દિકરો પ્રકાશ તેની માતા પાસે પૈસા ની માંગણી કરતો હતો.જોકે માતાએ પૈસા આપવાની ના પાડતા પ્રકાશ ઉશ્કેરાઇ ગાડો આપવા લાગ્યો હતો.બાદ રામચંદભાઇએ ઘરમા જઈને ઝગડો કરવાની ના પાડતા પ્રકાશ તેના પિતા રામચંદભાઇ પર ઉશ્કેરાઈ ગાડો બોલી હતી.જોકે રામચંદભાઈ એ ગાડો બોલવાની ના પાડતા ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો.
દરમિયાન બુમાબુમ થતા બાજુમા રહેતા પાડોશી પ્રકાશ સીંગાણી અને આસપાસના લોકો એ વધુ મારથી રામચંદ ભાઇને બચાવ્યા હતા.અને લોકોના ટોળા વડતા જોઇને પ્રકાશે રામચંદજી ને જો પૈસા વાપરવા નહિ આપો તો, બધાને જાનથી મારી નાખવાની ધાક્ધમકી આપી રફુચક્કર થઈ ગયો.આ અંગે રામચંદજીએ દિકરા પ્રકાશના વિરુધ્મા ક્રિષ્ણાનગર પોલીસમા ફરીયાદ નોધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here