જમીનના પૈસા લેતી દેતી બાબતે વૃદ્ધ અને તેમના સાળાએ …

0
38

જમીનના પૈસા લેતી દેતી બાબતે વૃદ્ધ અને તેમના સાળાએ બનેવી અને સાથીદારોના વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ કરી હતી.

અગાઉ કરેલી ફરિયાદ ને ધ્યાનમાં વૃદ્ધ અને તેમના સાડાનું અપહરણ કર્યું હતું.
પેટા- વૃદ્ધે બનેવી સહીત ૫ ના વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

તા.૧૬/૦૮/૨૧
ક્રાઇમ રિપોર્ટ,અમદાવાદ

નરોડામાં રહેતા વૃદ્ધના સાડા અને બનેવી ને જમીન વેચવા માટે વાતચીત કરી હતી.બાદ બનેવી અને સાડાએ કાવતરું રચી વૃદ્ધ ની જમીન વેચાણ કરાવી હતી.જોકે પૂરા પૈસા ન મળતાં ૧૭,૧૮ માં ઇન્કમટેક્સ તરફ બે વાર નોટિસ પોચતાં વૃદ્ધ અને ઘોડાસર ખાતે રહેતા સાડાએ ગાંધીનગર સેક.૭ પોલીસમાં તેમના વિરૂદ્ધ અરજી કરી હતી.દરમિયાન બનેવી અને સાડાએ તેમના માણસો સાથે મળી વૃદ્ધ અને બીજા સાડા નું અપહરણ કરી મારી નાખવાની ધાક ધમકી આપી હતી.બીજી બાજુ પુત્રવધુ એ પોલીસમાં જાણ કરતા વૃદ્ધ પર ફોન આવ્યો હતી હોવાથી બનેવી એ પોલીસના ડરથી વૃદ્ધ અને સાડા ને છોડી દીધા હતા. આ અંગે વૃદ્ધે નરોડા પોલીસમાં ૫ ના વિરુદ્ધ માં પોલીસ ફરિયાદ નોંધાવી છે.

—-પુત્રવધુ એ પોલીસમાં જાણ કરી હોવાનું બનેવી અને તેના સાથીદારોને ખબર પડતાં છોડી મૂક્યા.

નરોડાના વસંતવિહાર સોસાયટીમા રહેતા હસમુખ પટેલ ઉ. વ ૬૫ પોતાના પરિવાર સાથે રહે છે.જોકે હદમિયાત ગામ ખાતે આવેલી હસમુખભાઈ ની જમીન વેચવા માટે બનેવી ચંદ્રકાંત અને સાડા અભિષેક, રાજેન્દ્ર પટેલ ને જમીન વેચવા બાબતે વાત કરી હતી.બાદ તેમના સાડાઓ અને પત્ની ૨૦૧૬ માં રાજેન્દ્ર પટેલ ના માણસ ઘનશ્યામ પટેલ તેમના નામે બાનાખત કરી ત્રણેય ને રૂ.૫ લાખનો ચેક આપ્યો હતો.દરમિયાનરાંજેન્દ્રના કહેવાથી ઘનશ્યામ ના દિકરા ગુંજન અને બ્રિજેશ ના નામે દસ્તાવેજ બનાવી બાકીના ઉપરના રૂપિયા આજદિન સુધી આપ્યા નથી.જોકે બાકીના રૂપિયાની ઉઘરાણી બનેવી અને સાડાઓ પાસે કરતા પૈસા મળી જશે કહેતા હતા.અને ગત ૧૭,૧૮ માં હસમુખભાઈ ના ઘરે ઇન્કમટેક્સ વાડાની ૨ વખત નોટિસ આવી છતાં પૈસા ન મળતાં ઘોડાસર ખાતે રહેતા સાડાએ અગાઉ ગાંધીનગર સેકટર ૭ માં પોલીસમાં અરજી કરી હતી.
ગત શનિવારે હસમુખભાઈ ઘરે હાજર હતા.ત્યારે સવારમાં બનેવી ચંદ્રકાંત ની સાથે ભાણિયો પ્રેરક રહે. ગાંધીનગર આવી કહેવા લાગ્યા કે,તમે તમારા સાડા સાથે મળી અમારા વિરૂદ્ધમાં સેક.૭ પોલીસ માં અરજી અરજી કરે છે ગાડોબોલી ગાડીમાં બેસાડી ઘોડાસર ખાતે રહેતો સાડો રમેશના ઘરે જઈ બંનેનું અપહરણ કરી ગાંધીનગર રાજેન્દ્ર પટેલ ના ઘરે લઈ ગયા હતા.ત્યાં બધા ભેગા થઈ તમે કેમ અમારા વિરૂદ્ધમાં પોલીસમાં અરજી કરી છે ગડોબોલી અરજી પાછી ખેંચી લો અને સમાધાન કરી લો નકર જાનથી મારી નાખશું અમારી પોચ બવ ઉપર સુધી છે તમે ક્યાંય ખોવાઈ જશો કહી ધમકી આપતો હતો.હમણાં હાલ રાજા છે તમને કહી થાય કહી ડરાવવા લાગ્યો હતો.આ અંગે વૃદ્ધ હસમુખ ભાઇએ નરોડા પોલીસમાં ૫ ના વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

બોક્ષ – પોલીસને જાણ થઈ હોવાની ખબર પડતાં વૃદ્ધ અને સાડા ને છોડી મૂક્યા……

હસમુખભાઈ ફોનમાં પુત્રવધુ નો ફોન આવ્યો કે,પોલીસ તમને શોધી રહી છે.જેની જાણ બનેવી અને તેના સાથીદારોને થતા પોલીસના ડરથી બનેવી ચંદ્રકાંત હસમુખભાઈ અને તેમના સાડા રમેશ ને નરોડા ગેલેક્સી પાસે ઉતારી રફુચક્કર થયા હતા.બાદ હસમુખભાઈ એ ઘટનાની જાણ દિકરા અને તેમના પરિવારને કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here