વૃદ્ધ મહિલાને ટ્રેનમાં ઊંઘ આવતા ઊંઘી ગયા.

0
16

– ઊઠીને જોતાં બેગ ન મળ્યું,સોનાના દાગીના રૂ.૧.૮૨ લાખના મત્તાની ચોરી થઈ.

– વૃદ્ધ મહિલાએ કાલુપુર રેલવે પોલીસના અજાણ્યાં શખ્શ ના વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી.

તા.૨૩/૦૮/૨૧
ક્રાઇમ રિપોર્ટ, અમદાવાદ

બોરીવલી થી રાજકોટ જતા વૃદ્ધ મહિલા ને ઊંઘ આવતા ઊંઘી ગયા હતા.બાદ ઊઠીને જોયું તો,બેગ ન મળ્યું.જેમાં સોનાના દાગીના મોબાઈલ વગેરે વસ્તુ મળી કુલ રૂ.૧.૮૨ લાખના મત્તાની ચોરી કરી ફરાર થયેલા અજાણ્યાં શખ્શ ના વિરૂદ્ધમાં વૃદ્ધ મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

શહેરમાં દિનપ્રતદિન લૂટ ની ઘટના વધતી જતી જોવા મળી રહી છે. દરમીયાન મુંબઈ બોરીવલી માં રહેતા પનનાબેન આદેસરા રાજકોટ માં રહેતી બહેન ના ઘરે જવાનું હતુ. ગત ૧ ઓગસ્ટ ના રોજ પનનાબહેન મુંબઈ બોરીવલી થી રાજકોટ જવા માટે સૌ- મેલ ટ્રેનમાં બેસી રાજકોટ ની મુસાફરી માટે રવાના થયા હતા. ત્યારે ટ્રેન સુરત સ્ટેશન પાર કરતા પનનાબહેન ને ઉંઘ આવતા હોવાથી ઉંઘી ગયા હતા.જોકે સવાર માં વહેલા ટ્રેન અમદાવાદ પહોચી હતી.પરંતુ પનનાબહેન ઉંઘતા પહેલા તેમની પાસે સફેદ કલરનું પાકીટ રાખીને ઉંઘતા હતા.ઊઠીને જોયું તો,બેગ જોવા મળ્યું ન હતું.બેગમાં સોનાના દાગીના મોબાઈલ વગેરે વસ્તુ કુલ રૂ ૧.૮૨ લાખ ના મત્તની ચોરી થઈ હતી. બાદ પનનાબહેને કાલુપુર રેલ્વે પોલીસ માં અજાણ્યાં શખ્શ ના વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલિસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here