પુજારી ગાડી પાર્ક કરી મંદીર મા સમાર કામ જોવા જતા……

0
24

– કારના કાચ તોડી બેગમા પડેલા રુ ૨ લાખ ની ચોરી કરી ફરાર થયો.

– પુજારી એ અજાણ્યા શખ્શ ના વ્બિરુધ્મા પોલીસ ફરીયાદ નોધાવી.

તા.૨૫/૦૮/૨૧

શ્રી આનંદ્પુર ટ્રસ્ટ ના પુજારીએ પોતાની કાર ટ્રસ્ટ ની સામે કાર પાર્ક કરતા અજાણ્યો શખ્શ કારના નો કાચ તોડી બેગમા પડેલા રોકડ ૨ લાખ અને સ્ટીલ ના ડબ્બા વગેરે ચોરી કરી ફરાર થયો હતો. આ અંગે જાણ પુજારી ને થતા પુજારી એ અજાણ્યા શખ્શ ના વિરુધ્મા પોલીસ ફરીયાદ નોધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

શહેર ના ગીતામંદીર પાસે આવેલા ભુલાભાઇ પાર્ક ગાર્ડેન પાસે આવેલું શ્રી આનંદ્પુર ટ્રસ્ટ મા પુજારી સતીષભાઇ ગત કાલ સાંજે તેમના કામ થી સેટેલાઇટ ગયા હતા. જોકે પરત શ્રી આનંદ્પુર ટ્રસ્ટ પરત આવી તેમની કાર શ્રી આનંદ્પુર ટ્રસ્ટ ના સામેના રોડ પાર્ક કરી ટ્રસ્ટ મા ચાલતું કામ કાજ જોવા માટે ગયા હતા.બાદ કામ કાજ જોઈને સતીષભાઈ કાર પાસે ગયા હતા.ત્યારે જોયુ તો, કારનો ડ્રાઇવર સાઇડના પાચાળ નો કાચ તુટેલો હતો.અને કારમા પડેલું કાળુ બેગ ન હતું.
દરમિયાન બેગમા રુ ૨ લાખ રોકડ અને ઘણા ખરા શ્રી આનંદ્પુર ટ્રસ્ટ ના અસલી ડોક્યુમેન્ટ પણ હતા.જોકે બેગની આસપાસ તપાસ કરતા કયાય મળી આવ્યુ ન હતું.અને બેગમા પંજાબ નેશનલ બેંક અને વીજ્યા બેંક્ની ચેકબુક તથા સ્ટીલ ના ડ્બ્બા કુલ રૂ ૨ લાખ ના મત્તાની ચોરી થઈ હતી.આ અંગે સતીષભાઈ એ કાગડાપીઠ પોલીસ સ્ટેશન મા અજાણ્યા શખ્શ ના વિરુસ્ધમા પોલીસ ફરીયાદ નોધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here