દિકરાએ પિતાને જાણ કરિ કે,મમ્મીનુ મરણ થયુ છે..

0
15

– મહિલાના માથે ઇજાના નિશાન અને કેમીકલ વડે દાજેલી હાલતમા જોવા મડી.

– પોલીસે પી.એમ માટે લાશ રવાના કરી અજાણ્યા શખ્શ ના વિરુધ્મા ગુનો નોધી તપાસ આદરી.

તા.૦૧/૦૯/૨૧
ક્રાઇમ રિપોર્ટ,અમદાવાદ.

શહેરકોટળા મા રહેતી પતિ અને પત્નિ ને મન ભેદ થતા પત્નિ અલગ રહેતી હતી.અને એક હોસ્પિટલમા નોકરી કરતી હતી.બાદ પત્નિ ના સાથે એક અજાણ્યા શખ્શનુ લફરુ ચાલતુ હોવાનુ પતિને જાણ થઈ હતી.જોકે પતિ તેમના દિકરાનો ફોન આવ્યો કે,મમ્મી નુ મરણ થઈ ગયુ છે.પતિને ઘટનાની જાણ થતા જઈને જોયુ તો,પત્નિ ને માથાના ભાગે બોથડ પદાર્થ વડે ઇજા અને ગુપ્ત ભાગે દાજેલ ના નિશાનો જોવા મડ્યા હતા.આ અંગે પતિએ અજાણ્યા શખ્શના વિરુધ્મા પોલીસ ફરીયાદ નોધાવી.

શહેરના મેમ્કો વિસ્તાર મા રહેતા યસવંતભાઈ ઉ.વ 44 પોતાના પરીવાર સાથે રહે છે.અને પાનનો ગલ્લો ઘરાવી વેપાર કરે છે. છેલ્લા છ વર્ષ થી પત્નિ હસુમતી (ઉ.વ 39) સાથે મન દુ:ખ થતા સી-કોલોની મા ભાડાના મકાનમા અલગ રહેતી હતી.અને હસુમતી બહેન હોસ્પિટલ મા નોકરી કરતા હતા.ગત કાલે દહેગામ ખાતે યસવંતભાઇ તેમના મામાના ઘરે હાજર હતા.ત્યારે તેમના દિકરાનો ફોન આવ્યો કે,મારા મમ્મીનુ મરણ થઈ ગયુ છે,હુ અને દાદી સી-કોલોની છીએ જાણ થતા યસવંતભાઇ કોલોની આવતા જોયુ તો,આસપાસ ના લોકો ઉભા હતા.
દરમિયાન મકાન માલીક કૈનેયાલાલ શર્મા ને પુછતા જણાવ્યુ કે, ઘરમાથી ખુબ જ ગંધી સ્મેલ આવતા તેમણે યસવંતભાઇ ના માતા અને સાઢુ અશોક ને જાણ કરી હતી.બાદ ઘરે જઈને જોતા હસુમતીબહેન પલંગમા પડેલી હાલતમા હતા.અને તેમના માથાના ભાગે કોઇ બોથડ પદાર્થ વડે માથા પર ઇજા નુ નિશાન મડી આવ્યુ હતુ.અને હસુમતીબહેન ના મોઢા તથા ગુપ્ત ભાગે કેમીકલ વડે દઝાડી દેવાના નિશાન હતા.
જોકે આ ઘટનાની જાણ પોલીસ ને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી પહોચ્યો હતો.બાદ હસુમતીબહેન ની લાશ ને પી.એમ રિપોર્ટ માટે ખસેડાયી હતી.તો બીજી બાજુ યસવંતભાઇએ અજાણ્યા શખ્શ ના વિરુધ્મા શહેરકોટળા પોલીસમા ફરીયાદ નોધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.
બોક્ષ- પતિ ને જાણ થઈ હતી,કે પત્નિ નુ બીજા સાથે..
જોકે યસવંતભાઇ ને થોડા સમય પહેલા જાણ થઈ હતી કે, પત્નિ હસુમતી જી.એસ હોસ્પિટલમા નોકરી કરે છે.ત્યાના એક શખ્શ ભુરો ઉર્ફે મોગલી લેઉવા સાથે આડા સબંધ હોવાની ખબર પડિ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here