પાનના ગલ્લા પર પથ્થર મારો કરતા વેપારીએ પોલીસને બોલાવી

0
24

– પાનના ગલ્લા પર પથ્થર મારો કરતા વેપારીએ પોલીસને બોલાવી હતી.

– ટોળાએ પોલીસ પર હુમલો કરી એક શખ્શે પી.એસ.આઇ ને છરીનો ઘસરકો માર્યો.

– પોલીસે ૪ ના વિરૂદ્ધમાં ગુનો દાખલ કરી ચક્રોગતિમાન કર્યા છે.

તા.૨૦/૦૮/૨૧
ક્રાઇમ રિપોર્ટ, અમદાવાદ

પાનના ગલ્લા પર ટોળું વડી લોકો પથ્થર મારતા વેપારીએ પોલીસમાં જાણ કરતા પોલીસ આવતા અમૂક ભાગી ગયા અને બીજા લોકોએ પોલીસ પર હુમલો કર્યો હતો.જેમાં પી.એસ.આઇ ને છરીનો ઘા છાતીના ભાગે વાગતા હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા હતાં. શહેરકોટડા પોલીસે ૪ ના વિરૂદ્ધમાં ગુનો દાખલ કરી શોધ ખોડ માટે ચક્રોગતિમાન કર્યા છે.

શહેર કોટડા પોલીસમાં હેડ. કોન્સ્ટેબલ ગિરીશ લેઉવા પી.સી. આર ગાડીમાં ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવે છે.ગત કાલે રાત્રે કન્ટ્રોલ રૂમમા થી મેસેજ મળ્યો કે, પુષ્પરાજ કોમ્પલેક્ષ માં બ્રાહ્મણી પાનના ગલ્લામાં કેટલાક લોકો ટોળા વડી પથ્થરો મારે છે.દરમિયાન ગીરીશભાઈ તેમના સ્ટાફના માણસો સાથે જઈને જોતાં ૫૦ થી વધારે લોકોનું ટોળું જોવા મળતા તેમને મદદ માટે ડી.સ્ટાફના પી એસ આઈ- વિપી ચોધરી તેમના સ્ટાફના માણસો સાથે જતા ટોળાં માંથી અમૂક લોકો પોલીસ ને આવતા જોઈને ભાગી ગયા હતા.પરંતુ અમુક લોકો પથ્થરમારો ચાલુ રાખતા પોલીસ તેમને પકડવા ગઈ હતી.ત્યારે બધા ભાગવા લાગ્યા હતા.જેમાં એકની ધરપકડ કરતાં બીજાએ પી.એસ.આઇ.વીપી ચોધરી ને છાતીના ભાગે છરીનો એક ઘસરકો મારી ફરાર થયો હતો.જોકે પી.એસ.આઇ ચોધરી ને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડ્યા હતા.બાદ પાનના ગલ્લા વાડા મનોજ અને રાકેશ બંનેને પૂછતા જણાવ્યું કે,૧. મનોજ ઉર્ફે લલ્લુ પટની રહે.નરોડા,૨.ક્રિષ્ના ઉર્ફે ચન્ટુ રહે.નિકોલ ૩.અજય ઉર્ફે ગામડિયો રહે. સરસપુર ૪. સંજય ઉર્ફે બોલેરો રહે.અનિલ સ્ટાર્ચ મીલ બાપુનગર ચારેય જણા દુકાન પાસે આવી જાહેર માં જતા આવતા લોકોને છરી બતાવી ડરાવતા હતા.અને પથ્થરો મારતા હતા.જોકે પથ્થરો મારતા હોવાથી રાકેશે ભાઇએ પથ્થરો મારવાની ના પડતા ગાળો બોલી ધાકધમકી આપી હતી.અને પોલીસને બોલાવશો તો,જાનથી મારી નાંખવાનું કહ્યું હતું. આ અંગે શહેરકોટડા પોલીસે ૪ ના વિરૂદ્ધમાં ગુનો દાખલ કરી શોધ ખોડ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here