દુકાનમાથી સામાન ચોરી થઈ હોવાનુ વેપારીને લાગતું..

0
15

– સીસીટીવી ચેક કરતા ડ્રાઇવર હોવાનુ જાણવા મળ્યું.

– વેપારીએ ડ્રાઇવરના વિરુધ્મા પોલીસ ફરીયાદ નોધાવી.

૨૪/૦૮/૨૧

વેપારીના દુકાન મા માલ સામાન ની હેરફેર માટે રાખેલા ડ્રાઇવરે વેપારીના જાણ બહાર દુકાન માથી ધીરે ધીરે કરી સામાન કાઢી લઈ જતો. વેપારી દુકાન માથી માલ ઓછો થતો હોઇ એવી શંકા જતા કેમેરા મા ચેક કરતા ડ્રાઇવર ચોરી કરતો હોવાનુ જાણવા મડ્તા વેપારીએ તેના વીરુધ્મા પોલીસ ફરીયાદ નોધાવી.
શહેર ના જમાલપુર વિસ્તાર મા રહેતા મુર્તુજા રંગવાલા પોતાના પરીવાર સાથી રહી દાણીલીમડા ના છીપા સોસાયટી પાસે હોમસેનેટરી નામની હારવેર અને પ્લમ્બીંગ ની દુકાન ધરાવે છે.જોકે દુકાન મા મોહસીન ખાન પઠાણ રહે.વટવા માલની હેરફેર માટે ડ્રાઇવર તરિકે નોકરી કરે છે.દરમિયાન છેલ્લા એક મહિનાથી દુકાન ની અંદર થી રોજ થોડો થોડો સમાન ગુમ થતો હોઇ એવુ મુર્તુજા ને લાગ્તુ હતુ.ગત ૫ ઑગસ્ટના રોજ સીસીટીવી કેમેરા ચેક કરતા ડ્રાઇવર મોહ્સીન કેટલાક બોક્ષ કોઇ ની જાણ દુકાન બહાર લઈ જતો હતો.બાદ મુર્તુજા ને મોહસીન ચોરી કરતો હોઇ એવો શંક થયો હતો.પરંતુ મુર્તુજા,મેનેજર શોએબ અને કારીગરો એ જ્યારે સ્ટૉક ચેક કર્યો.ત્યારે જાણવા મળ્યુ કે,કેટ્લાક કંપની ના નળ અને ઘણી વસ્તુ કુલ રૂ ૩.૦૮ લાખ ના મત્તાની ચોરી કરી હતી.આ અંગે મુર્તુજાએ પોતાના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા મોહસીન ના વિરુધ્મા દાણીલીમડા પોલીસ મા ફરીયાદ નોધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here