ઘર કંકાસ થતા પત્ની તેના બાળકોને લઇ પિયર ચાલી ગઈ

0
19

– બાળકોને પત્ની અને પિયરવાડા ન મળવા દેતા પતિએ ગળેફાંસો લગાવ્યો હતો.

– ભાઇએ નાના ભાઈની પત્ની અને પિયરયાના વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.

તા.૨૦/૦૮/૨૧
ક્રાઇમ રિપોર્ટ,અમદાવાદ

પત્ની અને પિયરવાડા પતિને બાળકોથી મળવા ન દેતા હતા.જેથી પતિ એ તેના ભાઈને મેસેજ કર્યો કે, મારા મોતની જવાબદાર મારી પત્ની અને પિયરવાડા છે.જોકે ભાઇએ કીધું કે,તું શાંતિ રાખ બધું ઠીક થઈ જશે.પરંતુ બીજા દિવસે ભાઈને જાણ થઈ કે ગળેફાંસો લગાવી આપઘાત કર્યો છે. આ અંગે ભાઇએ નાનાભાઈની પત્ની અને પિયરવાડાના વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

શહેરના પૂર્વ બાપુનગર વિસ્તારમાં રહેતા કૃણાલ ભાવસાર રહે છે.જોકે તેમણે શહેર કોટડા પોલીસમાં નાના ભાઈ નિપુણ ના પત્ની અને તેના પિયરના વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.જેમાં ઉલ્લેખ કર્યો છે કે, નિપુણ એ ૧૪ વર્ષ પહેલાં ઈશિતા નામની યુવતી સાથે પ્રેમ તથા પ્રેમલગ્ન કર્યા હતા.અને લગ્ન સંસાર માં બે બાળકોને જન્મ આપ્યો હતો.બાદ નાનોભાઈ નિપુણ અને તેની પત્ની ઈશિતા બંને લગ્ન જીવન માં ઘર કંકાસ થતા પિયર ચાલી ગઇ હતી.જોકે પિયર ગયા એને અઠવાડિયું થય ગયુ હતું.પરંતુ નિપુણ ને તેના બાળકોની યાદ આવતા તેમને મળવા પિયર ગયો હતો.જોકે પત્ની ગુસ્સે હતી.અને પિયરીયા વાડા નિપુણ ને બોલાવતા ન હતા.દરમિયાન નિપુણ ભાઇએ કૃણાલ ને મેસેજ કર્યો કે, મારા મોત માટે મારી પત્ની જવાબદાર હશે.કહેતા કૃણાલે કીધું કે,તું શાંતિથી ઊંઘી જા બધું ઠીક થઈ જશે.બાદ પિતાને ફોન આવ્યો કે, નિપુણ કાલ થી ઘરની બહાર નીકળ્યો નથી અને એના ઘરનુ એસી ચાલુ રહી ગયું છે. જાણ થતાં પિતા અને કૃણાલ બંને નિપુણ ના ઘરે જઈ જોતાં ગળેફાંસો લગાવેલી હાલતમાં જોતાં આસપાસના લોકોએ આવી નિપૂણ ને નીચે ઊતર્યો હતો.બીજી બાજુ પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોચી હતી. આ અંગે ભાઇની પત્ની અને પીયરયાવાડાના વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

બોક્ષ- બાળકોને ન મળવા દેતા યુવકે ગળે ફાંસો ખાધો…

પત્ની અને પિયરવાડા નિપુણ ને બાળકોથી મળવા ન દેતા હતા.જોકે ઘર કંકાસ માં નિપુણ ની પત્ની ઈશિતાએ અગાઉ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.બાદ પિયર માં તેના બાળકોને લઇ ને જતી રહી હતી.બાદ બાળકોને ન મળવા દેતા નિપુણ એ આપઘાત કરવાનો નિર્ણય લીધો હતો.અને ઘરે આવી ગળેફાંસો લગાવી આપઘાત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here