એસી નો માલ આવતા યુવકે ગોડાઉનમાં ઉતાર….

0
17

– એસી નો માલ આવતા યુવકે ગોડાઉનમાં ઉતારવાનું કિધું.

– બીજા દિવસે ગોડાઉનમાં જઈ જોતાં ત્રણ એસી રૂ ૧.૦૫ લાખના મત્તાની ચોરી.

– યુવકે અજાણ્યાં ચોરના વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી.

તા.૨૩/૦૮/૨૧
ક્રાઇમ રિપોર્ટ, અમદાવાદ

એસી નો માલ આવતા યુવકે ગોડાઉનમાં ઉતારડાયો હતો.બાદ બીજા દિવસે એસી ની ડિલિવરી દેવાની હોવાથી જઈ ગોડાઉનમાં ચેક કરતા ૩ ઓનીડા કંપનીના એસી રૂ.૧.૦૫ લાખના મત્તાની ચોરી કરનાર અજાણ્યાં શખ્શ ના વિરૂદ્ધમાં યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી.

શહેરમા રાત્રી કરફ્યુ ખાલી નામનું લાગી રહ્યું છે.કેમ કે, શહેર માં દિનપ્રતદિન ચોર પોતાના કામ ને અંજામ આપી ફરાર થઇ જાઈ છે.જોકે રાત્રી કરફ્યુ ની બાબતે લોકોના મુખે વાત સંભળાય છે કે પોલીસ ખાલી નામનું પેટ્રોલીંગ કરી રહી છે. કારણ કે,જો પેટ્રોલીંગ પોલીસ પોતાના વિસ્તારમા બરાબર કરતી હોત તો, અવાર નવાર ચોરી ની ઘટના સામે ના આવેત.જેમાં થોડા દિવસો પહેલા જ વટવા જીઆઇડીસી માં એક કંપની ના લોકર તોડી ચોરી કરી ચોર નાસી ગયા હતા. જેવી જ એક ઘટના પ્રકાશીત થઈ છે.વસ્ત્રાલ માં રહેતા ઉત્કર્ષ પટેલ પોતાના પરિવાર સાથે રહી શ્રીજી કુલ કેર નામની દુકાન ધરાવે છે. ગત શુક્રવારે ઉત્કર્ષ ભાઈની દુકાન પર એસી નો માલ આવ્યો હતો. એસી નો માલ આવતા ગોડાઉન માં માલ ઉતાર ડાયો હતો.બાદ ઉત્કર્ષ ભાઈ ગોડાઉન બંધ દુકાન માં ગયા હતા.બીજા દિવસે ઉત્કર્ષ ભાઈ દુકાન પર ગયા હતા.અને એસી ના માલ ની ડિલિવરી દેવાની હોય.જેથી ઉત્કર્ષ ભાઇએ ગોડાઉન માં ગયા હતા.ત્યારે જોવા મળ્યું કે, ગોડાઉન નો દરવાજો થોડો તુટેલી હાલત માં હતો.બાદ ગોડાઉનમાં જઈ જોતાં બધો સામાન ચેક કર્યો હતો.જેમાં ૩ ઓનીડા કંપનીના એસી રૂ ૧.૦૫ લાખના મત્તાની ચોરી થઈ હતી. જાણ થતાં ઉત્કર્ષ ભાઇએ રામોલ પોલીસમાં અજાણ્યાં શખ્શ ના વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here