ફ્લેટમાં રખડતી બિલાડીને માર મારતાં યુવકે વીડિયો ઉતારી એનજીઓ માં મોકલ્યો.

0
21

– એનજીઓ વાળા આવી શખ્શ ને સજાવતા ન સમજ્યો હોવાથી નોધાવી પોલીસ ફરિયાદ.

તા.૧૭/૦૮/૨૧
ક્રાઇમ રિપોર્ટ, અમદાવાદ

મણિનગર ના રામબાગ પાસે ફ્લેટમાં રહેતાં શખ્શે રખડતી બિલાડીને માર મારતો હતો. ત્યારે ફ્લેટમાં રહેતાં યુવકે વીડિયો ઉતારી નમસ્તે ફાઉન્ડેશન માં મોકલી આપ્યો હતો.જેમાં મહિલાએ શખ્શે સમજાવતા ન સમજી ધાકધમકી આપતો હતો. આ અંગે મહિલાએ શખ્શ ના વિરૃદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.

દેશમાં ઘણી વખત સાંભળવા અને જોવા મળી રહ્યું છે.બે જુંબા પ્રાણીઓ પર અત્યાચાર કરી મારી નાખવાના આવે છે. જેવામાં અમૂક એનજીઓ દ્વારા પ્રાણીઓ પર તથા અત્યાચારોને અટકાવે છે. જેવીજ એક ઘટના મણિનગર રામબાગ પાસે આવેલા જડસરોવર એપાર્ટમેન્ટ માં નરેન્દ્ર કાનાણી નામનો શખ્શ ફ્લેટમાં રખડતી બિલાડીને મારતો હતો. દરમીયાન ફ્લેટમાં રહેતા યશ નામના યુવકે વીડિયો ઉતર્યો હતો.જોકે બિલાડી નો એક પગ નકામો થઈ ગયો હતો.બીજી બાજુ યશભાઈએ વાસણા ખાતે નમસ્તે ફાઉન્ડેશન નામથી સંસ્થા ચલાવનાર દીપાબેન જોષી ને વીડિયો વોટસએપ કર્યો હતો.જોકે દીપાબેને બિલાડીને ન મારવા સમજવયો હતો.પરંતુ નરેન્દ્ર બિલાડી ને ફરી ઈજા પહોંચાડી હતી. દરમીયાન નરેન્દ્ર એ યશભાઈ ને તારાથી જે થઈ ઇ કરી કે લેજે કહી ધાકધમકી આપી હતી. આ અંગે દીપાબેન જોષીએ નરેન્દ્ર કાનાણી ના વિરૂદ્ધમાં મણિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here