કાકા ભત્રીજાએ યુવક પાસે ઉછીના પૈસા માંગ્યા…

0
15

– યુવક અને તેના ભાઈને ઢોર માર મારી ઇજા પહોંચાડી.

– યુવકે બેના વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી.

તા.૨૩/૦૮/૨૧
ક્રાઇમ રિપોર્ટ, અમદાવાદ

કાકા ભત્રીજા એ યુવકના પાસે ઉછીના પૈસા માંગ્યા હતા.જોકે યુવકે પૈસા આપવાની ના પાડતા કાકા ભત્રીજાએ યુવક અને તેના ભાઈને ઢોર માર મારી ઈજા પહોંચાડી હતી. આ અંગે યુવકે અમરાઇવાડી પોલીસમાં કાકા ભત્રીજાના વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.

શહેરના અમરાઈવાડી વિસ્તારમા આવેલા નૂતનયુગ માં રહેતા સંજય પરમાર પોતાના પરિવાર સાથે રહે છે.ગત કાલ રક્ષાબંધન દિવસ ના શુભ અવસર પર સંજય પોતાના ઘરે જતો હતો.ત્યારે નરર્સિહ નગરના નાકે મિત્ર પપ્પુ અને તેનો ભત્રીજો કિરણ ઉર્ફે કાળુ સંજય પાસે આવીને ઉછીના પૈસાની માંગણી કરતા હતા.જોકે સંજયે પૈસા આપવાની ના પાડી હતી.પૈસા આપવાની ના પાડતા પપ્પુ અને કિરણ ઉશ્કેરાઇ સંજય સાથે બોલચાલ કરી ગડદા પાટુનો તથા ઇટો વડે માર મારવા લાગ્યો હતો.બીજી બાજુ સંજયે મદદ માટે તેના પિતા અમરતભાઈ ને ફોન કરી જાણ કરતા કિધું કે,હું તારા નાનાભાઈ કૌશિક ને મોકલું છું.બાદ કૌશિક આવતા પપ્પુ અને કિરણે લોખંડી ની પાઈપ વડે ફ્ટકા મારવા લાગ્યા હતા.જોકે બુમાબુમ થતા આસપાસનાં લોકો ભેગા થઈ ગયા હતા.
દરમિયાન ઈજાગ્રસ્ત સંજય અને તેનો નાનો ભાઈ કૌશિક ને હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડ્યા હતા.અને સંજયભાઇએ પપ્પુ અને કિરણ ના વિરૂદ્ધમાં અમરાઇવાડી પોલીસમાં ફરિયાદ નોધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here