વ્યાજક્ખોરો નો આંતક ફરી સામે આવતા વટવા પોલીસમા….

0
17

– વ્યાજક્ખોરો નો આંતક ફરી સામે આવતા વટવા પોલીસમા મહિલાની ફરીયાદ.

– 4 લાખ વ્યાજ સહિત આપી દેતા પણ મહિલા પાસે વધુ વ્યાજની લાલચ રાખી પૈસાની માંગણી કરતા.

– મહિલાએ 4 ના વિરુધ્મા પોલીસ ફરીયાદ નોધાવી.

તા.૩૦/૦૮/૨૧

ક્રાઇમ રિપોર્ટ, અમદાવાદ

વધુ વ્યાજની લાલચમા વ્યાજખોર મહિલાના ઘરે જઈને વ્યાજની ઉઘરાણી કરતા હતા.જોકે મહિલા રુ 4 લાખ વ્યાજ સહિત પરત આપ્યા હતા.પરંતુ વધુ વ્યાજની લાલચ રાખી વ્યાજખોર વધુ વ્યાજની માંગણી કરી મહિલા સાથે ઝગડો કરી ગાડો બોલતા હતા.આ અંગે એક મહિલાએ 4 ના વિરુધ્મા પોલીસ ફરીયાદ નોધાવી.

શહેરના વટવા વિસ્તારમા રહેતા નિલોફરબાનુ પઠાણ પોતાના પરીવાર સાથે રહે છે.અને સિલાઈકામ કરે છે.ગત 2019 મા નિકોફરબાનુ તેમના સોસાયટીના રહિશો અને આસપાસ ની સોસાયટીના 20 સભ્યોએ મળીને વીસીના હપ્તા ચાલુ કર્યા હતા.જોકે ૨૦૨૦ મા કોરોના વાયરસ આવ્યો હોવાથી બધા સભ્યોની સહમતી થી હપ્તા ભરવાનુ બંધ કર્યુ હતુ.જોકે ઓગસ્ટ 2020મા ફરી ચાલુ કર્યુ હતુ.
દારમિયાન વીસીના પૈસાની સભ્યોને જરૂર હોવાથી તેમને અનવરનગરમા રહેતા રીજવાન,ઈરફાન,રુકશાન પાસેથી રુ 4 લાખ 5 ટકા ના વ્યાજદરે લીધા હતા.જોકે સમયસર વ્યાજ સહિત્ત પૈસા પાછા આપી દિધા હતા.પરંતુ વધુ વ્યાજની લાલચમા આવી રિજવાન તેની પત્નિ સબનમબાનુ , ઈરફાન, રુકશાન ગઈ કાલે નિલોફરબાનુ ના ઘરે જઈને બુમો પાડવા લાગ્યા કે, મારા પૈસા પાછા આપી દે કહેતા હતા.જ્યારે નિલોફરબાનુ એ બધા પૈસા આપી તો દિધા છે કહેતા તેમને અને તેના પતિ ને ગાડો બોલી ઝઘડો કરવા લાગ્યા હતા.અને પૈસાની માંગણી કરતા હતા.આ અંગે નિલોફરબાનુએ વટવા પોલીસ મા વ્યાજખોરના વિરુધ્મા પોલીસ ફરીયાદ નોધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here