સુરતઃ ભાજપ આ વખતે વિજય વિશ્વાસને બદલે વિજય સંકલ્પ સંમેલનો કેમ કરશે? જાણો કારણો

0
145

– – દરેક લોકસભા બેઠક દીઠ સંમેલન કરવા માટેની જાહેરાત કરાઈ પરંતુ દર વખતે ચૂંટણી પહેલાં વિજયના વિશ્વાસ સાથે નહીં પણ વિજય માટે સંકલ્પ લેવા સંમેલન યોજશે

– – કેન્દ્રમાં સત્તા જાળવી રાખવા માટે એક-એક બેઠક મહત્વની છે, એટલે કાર્યકરોને વિજય થઈ જ જશે એવા વધારે પડતા આત્મવિશ્વાસના નશામાં રાખવું આ વખતે જોખમી બની શકે તેવું જોઈને વિશ્વાસ પડતો મૂકીને સંકલ્પનો સહારો લીધો

સુરતઃ

છેલ્લાં વર્ષોમાં ભાજપ ચૂંટણી પહેલાં કાર્યકરોને ઉત્સાહના ઉન્માદમાં લાવવા અને વિરોધીઓને માનસિક રીતે હતાશ કરવા માટે “વિજય વિશ્વાસ” સંમેલન યોજતો રહ્યો છે. જોકે, આ વખતે આ વિશ્વાસ નથી દેખાતો. કેમકે, આ વખતે પ્રદેશ ભાજપે “વિજય વિશ્વાસ”ને બદલે “વિજય સંકલ્પ” સંમેલન યોજવા માટેની જાહેરાત બુધવારે કરી છે. વિશ્વાસને બદલે સંકલ્પ શબ્દનો સહારો લેવા માટેની આ યુક્તિએ ભાજપની ચૂંટણીના મેદાનમાં ઉતરતી વખતની મનોદશાનો પણ સંકેત આપ્યો છે.

ભાજપના જ એક પ્રદેશ અગ્રણીનું કહેવું છે કે, ભલે કોઈ કંઈ પણ કહે પરંતુ આ વખતની ચૂંટણી ભાજપ માટે ખૂબ પડકારજનક છે. એ એટલા માટે કે કેન્દ્રમાં અમારે સત્તાને જાળવી રાખવાની છે. વર્ષ 2014 જેવી સ્થિતિ તો નથી જ, એ દીવા જેવી સ્પષ્ટ વાત છે. વર્ષ 2014 કરતાં વધુ બેઠક નહીં પણ ઓછી બેઠક આવે તેવું અમારા પણ તમામ આંતરિક સરવેમાં જાણ્યું છે. એટલે, તેમાં ઓછામાં ઓછું નુકસાન થાય તેવું આયોજન કરવાનો અમારો પહેલો લક્ષ્યાંક છે. અમારા માટે એક એક બેઠકનું મહત્વ છે. 272ના મેજીક ફિગરને પાર કરવા માટે એક-એક બેઠક ઉપર હાર-જીતના તમામ સમીકરણો ચકાસવામાં આવી રહ્યાં છે. આજકાલથી નહીં છેલ્લા એક વર્ષ ઉપરાંતથી આ મથામણ ચાલુ જ છે. છતાં લોકોમાનસની સ્થિતિ સતત પ્રવાહી જ રહી છે. એટલે, તમામ સમીકરણો દરેક વખતે જુદા જુદા અંદાજ તરફ લઈ જાય છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here