પૈસાની સગવડ ન થતા યુવકે વધુ પૈસા આપવાની ના પાડતા…

0
14

-વ્યાજખોરોએ વધુ પૈસા પડાવવાની લાલચમા પઠાણી ઉઘરાણી કરી યુવકને ધાકધમકી આપી.

– યુવકે બે વ્યાજખોરના વિરુધ્મા પોલીસ ફરીયાદ નોધાવી.

તા.૨૭/૦૮/૨૧

ક્રાઈમ રિપોર્ટ અમદાવાદ

શહેરના પુર્વમા ફરી એકવાર વ્યાજખોર નો આંતક સામે આવ્યો છે.જેમા યુવક ને મજબુરી હોવાથી અવાર-નવાર પૈસાની જરુર પડ્તા વ્યાજે પૈસા લીધા હતા.બાદ યુવક પાસે પૈસાની સગવડ ન થતા વ્યાજખોર પઠાણી ઉઘરાણી કરતા હતા.પરંતુ યુવક વધારાના પૈસા દેવાની ના પાડ્તા ધાકધમકી આપી હતી.આ અંગે યુવકે બે વ્યાજખોરના વિરુધ્મા પોલીસ ફરીયાદ નોધાવી.

શહેરમા ફરી એક વાર વ્યાજખોરોનો આંતક જોવા મળ્યો.જેમા સીટીએમ વિસ્તારમા આવેલી સિંઘવાઈનગર સોસાયટીમા રહેતા ધવલ પરમાર ઉ.વ ૨૪ પોતાના પરીવાર સાથે રહે છે.ઓકટોમ્બર ૨૦મા મહેન્દ્ર નામના શખ્શ પાસે કોઇ કારણ સર ધવલભાઇ ને પૈસાની જરૂર પડતા રુ.૫ હજાર ૧૦ ટકા ના વ્યાજદરે લિધા હતા.અને મહેન્દ્ર એ પૈસા આપતા પહેલા કહ્યુ કે,હુ ક્રુણાલ બારોટ ના પૈસા ફેરવુ છુ કહી પૈસા આપ્યા હતા.જોકે ૨૦ દિવસ પછી મહેન્દ્ર ને મુડી અને વ્યાજ સાથે રુ.૫૫૦૦ પાછા આપ્યા હતા.
ત્યારે બીજા મહિને ધવલભાઇ ને પૈસાની જરૂર પડ્તા તેને મહેન્દ્ર પાસે થી રુ.૨૦ હજાર માંગ્યા હતા.અને મહેન્દ્ર એ કહ્યુ કે,ક્રુણાલ બારોટ પાસે થી પૈસાની વ્યવસથા કરી આપુ છુ પણ આ વખતે ૧૫% વ્યાજે મડશે.પૈસાની જરુરુ હોવાથી ધવલભાઇ એ પૈસા લીધા હતા.અને ૧૫ દિવસ પછી રુ.૬ હજાર મહેન્દ્ર ને આપતા કહ્યુ કે, આ વ્યાજ છે મુડી અજી બાકી છે કહ્યુ હતુ.ધવલભાઇ પાસે પૈસાની સગવડ ન થતા ચુકવી શ્ક્યા ન હતા.ગત જુન અને જુલાઇ ૨૧ ના રોજ મહેન્દ્ર ને ધવલભાઇએ ૮ હજાર આપ્યા હતા.પરંતુ તે વખતે મહેન્દ્ર એ કહ્યુ કે, આ ખાલી વ્યાજ છે મુડી ૩૦ હજાર બાકી કહેતા ધવલભાઇએ કિધુ કે, મારે પૈસાની સગવડ નથી કહ્યુ હતુ.દરમિયાન મહેન્દ્રએ કિધુ કે,સારુ છે હુ ઉઘરાણી કરુ ત્યા સુધી જો ક્રુણાલ કરશે ને તો રહેવુ ભારે પડી જશે કહેતો હતો.આ અંગે કંટાડીને ધવલભાઇએ ક્રુણાલ અને મહેન્દ્ર ના વિરુધ્મા રામોલ પોલીસમા ફરીયાદ નોધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.
બોક્ષ- વ્યાજ માટે પઠાણી ઉઘરાણી કરી યુવક્ને ધાકધમકી આપી.
ગત ૨૩ ના રોજ ધવલ પાનના ગલ્લે બેઠો હતો તે વખતે મહેન્દ્ર આવી પૈસા આપી દેજે કહેતા ધવલે કિધુ કે,વધારાના પૈસા નહિ આપુ કહેતા મહેન્દ્ર ગાડો બોલી આવતી ૧૨ તારીખ સુધી પૈસા નહી આપે તો,હાથ પગ તોડી નાખવાની ધાકધમકી આપી પઠાણી ઉઘરાણી કરતા ધવલે પોલીસમા ક્રુણાલ અને મહેન્દ્રના વિરુધ્મા ફરીયાદ નોધાવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here