- Gujarati News
- Local
- Jumped From The Top To Save Life, Tragedy In Anjar Steel Company, Vasi Uttarayan Eager To Have Fun
44 મિનિટ પેહલા
- કૉપી લિંક
કેમો સ્ટીલ કંપનીમાં દુર્ઘટના, 10 મજૂર દાઝી ગયા
કચ્છના અંજારમાં આવેલી કેમો સ્ટીલ કંપનીમાં મોટી દુર્ઘટના ઘટી છે. સ્ટીલ કંપનીની ભઠ્ઠી ઉભરાઈ જતા 10 જેટલા લોકો ગંભીર રીતે દાઝ્યાં હતા. અચાનક ભઠ્ઠી ઉભરાઈ જતા અફરાતફરી મચી ગઈ હતી. લોકો જીવ બચાવવા ભાગમભાગ કરતા જોવા મળ્યાં હતા. જીવ બચાવવા માટે એક મજૂરે કંપનીના ઉપરના માળેથી છલાંગ લગાવી હતી. સ્ટીલ પિગાળતી વખતે આ દુર્ઘટના બની હતી. ગરમ સ્ટીલ બહાર આવી જતાં મજૂરોનાં ગંભીર રીતે દાઝી ગયા હતા. ચારની હાલત અત્યંત નાજુક હોવાના કારણે અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયા છે. જ્યારે અન્ય છ લોકોને સ્થાનિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
પતંગની દોરીએ બાળક અને યુવકનો ભોગ લીધો
આ ઉત્તરાયમાં પતંગની દોરી બે વ્યક્તિ માટે જીવલેણ બની. અલગ અલગ બે બનાવમાં બે લોકોનાં મોત થયા છે. જેમાં વડોદરાના 20 વર્ષીય યુવક અને પંચમહાલના 5 વર્ષીય બાળકનો સમાવેશ થાય છે. 5 વર્ષીય બાળક પંચમહાલના બોરડી ગામનો છે. જે મામાના ઘરે મહિસાગર ગયો હતો. ત્યાંથી પિતા સાથે બાઈક પર પરત ફરતી વખતે તેનાં ગળામાં દોરી વાગી હતી. જેનું સારવાર મળે એ પહેલાં જ મોત થયું છે. આ તરફ વડોદરામાં 20 વર્ષીય અંકિત વસાવા નામના યુવકનું મોત થયું છે.આ યુવક પણ બાઈક પર જતો હતો ત્યારે ગળામાં દોરી આવી હતી. આ યુવકને લોહીલુહાણ હાલતમાં એસએસજી હોસ્પિટલ ખસેડાયો પણ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
પતંગને કારણે અમદાવાદમાં 49, વડોદરામાં 10ને ઈજા
અમદાવાદ સિવિલમાં ઉત્તરાયણના દિવસે ઇજા પામવાને કારણે 49 લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી 45 લોકોને તાત્કાલિક સારવાર આપીને રજા આપવામાં આવી હતી, પરંતુ 4 લોકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાના કારણે સિવિલ ખાતે વધુ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. 37 લોકોને પતંગની દોરીને લીધે સામાન્ય ઇજાઓ થઈ હતી જ્યારે 9 લોકોને ધાબા પરથી પડી જવાને કારણે ઇજા પહોંચી હતી. આ તરફ વડોદરામાં 5 બાળકો સહિત 10 લોકો પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થયા છે.
જૂનાગઢના ફન વર્લ્ડમાં વિદ્યાર્થિનીનું આકસ્મિક મોત
પોરબંદરથી જૂનાગઢ પ્રવાસમાં આવેલી એક વિદ્યાર્થિનીનું ફનવર્લ્ડમાં આકસ્મિક મોત નિપજતા ચકચાર મચી છે. શાળાના વિદ્યાર્થીઓ સૂરજ ફન વર્લ્ડમાં વિવિધ રાઈડની મજા માણી રહ્યા હતા ત્યારે જ એક વિદ્યાર્થિની વોટર રાઈડ નજીક હતી ત્યારે તેના પગમાં ટ્યુબ લઈ જવાની દોરી ફસાઈ જતા અકસ્માત સર્જાયો હતો. 11 વર્ષીય વિદ્યાર્થિનીને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બાપોદર ગામેથી 41 બાળકો પ્રવાસમાં આવ્યા હા. શાળાના પ્રવાસ દરમિયાન વિદ્યાર્થિનીનું મોત થતા તેમના પરિવારજનો પણ દોડી આવ્યા હતા. પરિવારજનોએ આ મામલે યોગ્ય તપાસની માગ કરી છે. તો બીજી તરફ પોલીસે પણ આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરામાં એક દિવસમાં આગની બે મોટી આગ
પહેલી આગ માંડવી વિસ્તારમાં આવેલ બેંક ઓફ બરોડાની મેન બ્રાન્ચમાં લાગી. જ્યારે બીજી આગ વડસર ફાટક કલાલી રોડ પાસે ડમ્પિંગ સાઈટમાં લાગી. ડમ્પિંગ સાઈટની આગને કારણે બાજુમાં રહેલા પાંચ જેટલા ઝુંપડા બળીને ખાખ થઈ ગયા છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગના ગોટે ગોટા દૂર- દૂર સુધી જોવા મળ્યા. આ બનાવની જાણ વડોદરા ફાયર વિભાગને કરતા તાત્કાલિક ફાયરના લાશ્કરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વડોદરા ફાયર વિભાગ દ્વારા ત્રણ ફાયર સ્ટેશનની ટીમો કામે લાગી હતી. જેમાં પાણીગેટ, વડીવાડી અને જીઆઇડીસી ફાયર વિભાગ દ્વારા પાંચ ગાડી ટેન્કરની મદદથી કામગીરી શરૂ કરાઈ હતી. બાદમાં બે ગાડીને સ્ટેન્ડ બાય રાખી અન્ય ત્રણ ટેન્કર દ્વારા બેથી ત્રણ વાર પાણીના ફેરા મારી આગને બુજાવવાનો પ્રયાસ કર્યો હતો. ઝૂંપડામાં એક બહેનના રૂપિયા અને મોબાઈલ હતા જે જાણ કરતા ફાયર વિભાગે ઝૂંપડામાં રહેલ પેટીમાં 50,000 રૂપિયા અને બે મોબાઈલ પણ મળ્યા હતા, જે મૂળ માલિકને પરત કર્યા છે. આ ડમ્પિંગ સાઇડ પરથી હાઈ ટેન્શન લાઈન પસાર થઈ રહી હતી, પરંતુ તેના કારણે આગ લાગી નથી. કારણ કે આ લાઇન પહેલેથી જ બંધ હતી અને આ અગના કારણે હાઈટેન્શન લાઇનનો એક તાર તૂટી પડ્યો હતો. વધુમાં જણાવ્યું કે, આ સાઈડ પરથી કેટલોક મેડિકલ વેસ્ટ પણ મળી આવે છે, જે ખરેખર ન હોવો જોઈએ. આ એક તપાસનો વિષય છે અને તપાસ બાદ જ ચોક્કસ કારણો જાણી શકાશે.
અમદાવાદમાં ઉત્તરાયણની સાંજે ભવ્ય આતશબાજી
અમદાવાદમાં ઉત્તરાયણની સાંજે સુરજ ઢળતાની સાથે જ આકાશમાં પતંગની જગ્યા ફટાકડાએ લીધી. લોકોએ ફટાકડા ફોડી આતશબાજી કરી. તુક્કલ પર પ્રતિબંધ હોવાને કારણે લોકો ફટાકડાં ફોડ્યા. જેને કારણે સાંજના સમયે ગુજરાતભરમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો. અમદાવાદમાં ઉત્તરાયણ પર્વનું સમાપન ધાબા પર ફટાકડા ફોડી અને મ્યુઝિક સિસ્ટમ સાથે ગરબા રમીને પતંગરસિકો દ્વારા કરવામાં આવ્યું હતું. CTM પાસેના હરિદર્શન પાર્કમાં લોકોએ છત ઉપર ઉમંગ અને ઉલ્લાસ સાથે મકરસંક્રાંતિનું સમાપન રાસ- ગરબા રમીને કર્યું હતું.
વાસી ઉત્તરાયણની મોજ માણા પતંગરસિયા આતુર
આજે વાસી ઉત્તરાયણનો દિવસ છે. અમદાવાદમાં આજના દિવસે પણ કાયપો છે અને એ લપેટની બૂમો સાંભળવા મળશે. આજના દિવસે પણ મજા માણવા પતંગરસિયાઓએ ખાસ પ્લાન બનાવ્યા છે.