- Gujarati News
- National
- Sailor Earned 30 Crores In Mahakumbh, Pawned Mother And Wife’s Jewelry, Bought 70 Boats, CM Yogi Tells Success Story
પ્રયાગરાજ23 મિનિટ પેહલા
- કૉપી લિંક
તારીખ- 4 માર્ચ… સ્થળ- UP વિધાનસભા. મહાકુંભમાં વ્યવસાયનો ઉલ્લેખ કરતા CM યોગીએ કહ્યું, ‘હું એક નાવિક પરિવારની સફળતાની કહાની કહી રહ્યો છું, જેમની પાસે 130 બોટ છે. પ્રયાગરાજ મહાકુંભના 45 દિવસમાં તેમણે 30 કરોડ રૂપિયાની ચોખ્ખી બચત કરી. એટલે કે એક બોટમાંથી દરરોજ 50થી 52 હજાર રૂપિયાની આવક થતી હતી.’

આ તસવીર વિધાનસભાની છે. સીએમ યોગીએ પ્રયાગરાજના પિન્ટુ મહરાનો ઉલ્લેખ કર્યો.
યોગીએ જે પરિવારનો ઉલ્લેખ કર્યો છે તેની સંપૂર્ણ કહાની શું છે? ભાસ્કરે આ જાણવા માટે પરિવારનો સંપર્ક કર્યો. પરિવારના સભ્યો સાથે વાત કરી. ક્રમશઃ વાંચો સંપૂર્ણ રિપોર્ટ…
અરૈલ ઘાટ પાસે શુકલાવતી દેવીનું ઘર પ્રયાગરાજનો નૈની વિસ્તાર, જે અરૈલ ઘાટની નજીક છે. આ શુકલાવતી દેવીનું ઘર છે, જેમના પુત્ર પિન્ટુ મહરા અને પરિવારનો ઉલ્લેખ મુખ્યમંત્રી યોગીએ ગૃહમાં કર્યો હતો. તે મૂળ નિષાદ પરિવારથી છે. નદી આધારિત વ્યવસાય તેમનો વ્યવસાય છે. શુકલાવતીના પરિવારમાં બે પુત્રો છે, પિન્ટુ અને સતીશ.
નાવિક પિન્ટુ મહરાનું ઘર સામાન્ય લોકો જેવું જ છે. હાલમાં, કામદારો ઘરના ઉપરના માળે બાંધકામના કામમાં વ્યસ્ત છે. ઘરની સામે લોકોનું ટોળું તેમને અભિનંદન આપવા માટે બેઠું છે.

પ્રયાગરાજના પિન્ટુ મહરા પાસે 70 બોટ છે. મહાકુંભમાં, પરિવારો અને મિત્રો સહિત 130 હોડીઓ ભક્તોને સંગમમાં સ્નાન કરાવી રહી હતી.
અહીં આપણે સૌપ્રથમ જે વ્યક્તિને મળીએ છીએ તે શુકલાવતી (ઉં.વ.71) છે, જે પિન્ટુ (ઉં.વ.40)ની માતા છે. તેણી કહે છે કે, જૂન 2018માં તેના પતિ બચ્ચા મહરાના મૃત્યુથી આખો પરિવાર અનાથ થઈ ગયો. બાળકોના માથા પરથી પિતાનો છાયો હટતાની સાથે જ પરિવારે બે ટાઈમના ભોજનનો આધાર ગુમાવી દીધો, પરંતુ આજે દીકરાની મહેનત અને સમર્પણે બધા જખમો રૂઝાવી દીધા છે. આ કહેતી વખતે તેમની આંખોમાં આંસુ આવી ગયા.

આ પિન્ટુ મહરાનું ઘર છે. તેમાં બાંધકામનું કામ ચાલી રહ્યું છે.
શુકલાવતીએ જણાવ્યું કે, પુત્ર પિન્ટુએ તેની પત્ની સુમનના ઘરેણાં ગીરવે મૂક્યા હતા. જ્યારે તેની પાસે હોડી તૈયાર કરવા માટે પૈસાની અછત પડી, ત્યારે તેણે મારી પાસે ઘરના કાગળો અને ઘરેણાં માંગ્યા. મેં તેને કહ્યું- ‘કંઈ ગાંડપણ ના કર.’
એક ડર હતો કે જો દીકરાનો ધંધો નહીં ખીલે તો બધા રસ્તા પર આવી જશું, પરંતુ પિન્ટુએ હોડી બનાવવા માટે પૈસા ભેગા કરવા સખત મહેનત ચાલુ રાખી. અગાઉ ફક્ત ચાર બોટ હતી, સપ્ટેમ્બર 2024માં ઘરના કાગળો અને ઘરેણાં ગીરવે મૂકીને તેણે ધીમે ધીમે 70 બોટ તૈયાર કરી.

પિન્ટુ, ભાઈ સતીશ અને માતા શુકલાવતી જૂના દિવસો યાદ કરીને ભાવુક થઈ જાય છે.
શુકલાવતીએ કહ્યું, મહાકુંભમાં આખા પરિવારે ખૂબ મહેનત કરી, માતા ગંગાએ અમારી વાત સાંભળી. અમારો ધંધો ખૂબ જ સારો થયો અને અમને લોકોના આશીર્વાદ પણ મળ્યા.

સીએમ યોગીએ જે નાવિક પિન્ટુનો ઉલ્લેખ કર્યો છે તે 40 વર્ષનો છે. અમે પિન્ટુને પૂછ્યું, મહાકુંભ પહેલા તેના મનમાં શું ચાલી રહ્યું હતું? પિન્ટુએ કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રીએ 2019માં અર્ધ કુંભનું આયોજન કર્યું ત્યારથી તેમણે આયોજન શરૂ કરી દીધું હતું. જે સરકારમાં અર્ધ કુંભ આટલો ભવ્ય અને જોરદાર હોઈ શકે છે, ત્યાં મહાકુંભ કેટલો ભવ્ય અને દિવ્ય હશે.
મહાકુંભ માટે સરકારી તૈયારીઓ વચ્ચે પિન્ટુએ પોતાનો પ્લાન તૈયાર કર્યો અને તેને વાસ્તવિકતામાં લાવવાની તૈયારી શરૂ કરી. મહાકુંભ નજીક આવતાં પિન્ટુએ પોતે 70 હોડીઓ ખરીદી. 100 લોકોના પરિવારોના યુવાનોને સંગઠિત કરીને મહાકુંભ માટે કુલ 130 બોટ શરૂ કરવામાં આવી હતી, જેથી શ્રદ્ધાળુઓ સંગમની ત્રિવેણીમાં પવિત્ર ડૂબકી લગાવી શકે.

સપ્ટેમ્બર 2024 સુધીમાં પિન્ટુ પાસે ફક્ત ત્રણ કે ચાર બોટ હતી. કુંભ પહેલા, તેણે 70 હોડીઓની વ્યવસ્થા કરી.
માતાએ મને શીખવ્યું- ભક્તોને હેરાન કરીને પૈસા ન લેતો માતા શુકલાવતીએ પિન્ટુને કહ્યું હતું કે, એક વાત યાદ રાખજે, તું ગંગા માતાના ખોળામાં આવ્યા પછી ધંધો કરવાનો છે, ક્યારેય કોઈ ભક્તને હેરાન કરીને પૈસા ન લેતો. પિન્ટુએ કહ્યું કે તેણે તેની માતાની વાત ધ્યાનમાં રાખી.
પોતાના પરિવાર અને સાથી ખલાસીઓની મદદથી તેણે કિલા ઘાટ, VVIP ઘાટ, બોટ ક્લબ, અરૈલ વગેરે સહિત ઘણા ઘાટ પર ભક્તો માટે હોડીઓ ચલાવી. સરકાર દ્વારા નક્કી કરાયેલ રકમ ચૂકવીને ભક્તોને સંગમમાં ડૂબકી લગાવવાની મંજૂરી આપવામાં આવી હતી. પિન્ટુ ઉપરાંત, પરિવારમાં તેની પત્ની અને પુત્ર અને પુત્રીનો સમાવેશ થાય છે. ઘરમાં સ્કોર્પિયો કાર છે.

અમે પિન્ટુને તેના આખા બોટ વ્યવસાય વિશે પૂછ્યું. પિન્ટુએ કહ્યું કે એક હોડી બનાવવામાં તેણે 10 થી 15 હજાર રૂપિયા ખર્ચ્યા. 7 મોટર બોટ ખરીદવામાં પણ 7 લાખ રૂપિયા ખર્ચ્યા. કુંભ પહેલા, તેની પાસે પોતાની 12 હોડીઓ હતી અને 80 હોડીઓ તેમના પરિવારના સભ્યોની હતી.
જ્યારે પિન્ટુને તેની કુલ કમાણી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે માત્ર તેણે જ નહીં, પરંતુ તેના આખા પરિવારે મળીને 30 કરોડ રૂપિયા કમાયા છે. તેણે કેટલી કમાણી કરી? આ સવાલ પર કહ્યું કે, તેણે હજુ સુધી ગણતરીઓ કરી નથી. આટલા પૈસાનું તમે શું કરશો? આ સવાલ પર તેમણે કહ્યું કે, પહેલા હું લોન ચૂકવીશ અને ત્યાર બાદ પૈસા બીજા વ્યવસાયમાં રોકીશ. બાળકોના શિક્ષણમાં સુધારો લાવવા માટે કાર્ય કરવામાં આવશે. પરિવારના સુખ-સુવિધાઓ પર ખર્ચ થશે.