જૂનાગઢમાં 3 શખ્સ જાહેરમાં ઘાસચારો વેચતા ઝડપાતા જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેર માર્ગો, ફૂટપાથ, જાહેર સ્થળો ખાતે કોઈપણ વ્યક્તિએ ઘાસચારાનું વેચાણ કરવું નહીં કે જાહેરમાં ઘાસચારો નાખવો નહીં તેમજ માલિકીના ઢોરને જાહેરમાં અને રસ્તા પર છોડી મૂકવા જે રખડતા રાખવા નહીં એવું જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુ અમલમાં છે. આમ છતાં પણ સુખનાથ ચોકનો કામિલ ગની પીરાણી ગિરિરાજ સોસાયટી ફાટક પાસે, ઝાલોરાપા વિસ્તારમાં રહેતો મોહિબ ઈકબાલ જમાતી મોહનનગર ખાતે અને અજંતા ટોકીઝ પાસે રહેતો નદીમશા હનીફશા બાનવા શહેરના જોષીપરા વિસ્તારમાં જાહેરમાં ઘાસચારો વેચતો મળી આવતા મનપાના ડબ્બા સુપરવાઇઝર રાજેશ પરમારે ફરિયાદ કરતા બી ડિવિઝન પોલીસે ત્રણેય વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
Source link