પોરબંદરમાં ઉનાળોએ હવે જમાવટ કરી લીધી છે. છેલ્લા કેટલાક દિવસથી તાપમાનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બપોરના સમયે બળબળતી લૂં ફુંકાવાનું ચાલું થઇ ગયું છે. ગઇકાલે અને આજે મહતમ તાપમાનમાં કોઇ ફેરફાર ન નોંધાતા તાપમાન 34.2 ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. પોર
.
ઉનાળાની શરૂઆતમાં જ બપોરના સમયે સૂર્યનો તાપ લાગવા લાગતા લોકોએ પંખા અને એ.સી.નો સહારો લેવાનું શરુ કરી દીધું છે. પોરબંદરમાં ગઇકાલના મહતમ તાપમાન 34.2 ડિગ્રી સેલ્સીયશમાં કોઇ ફેરફાર ન નોંધાતા આજનું મહતમ તાપમાન 34.2 ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું જયારે કે ગઇકાલના લઘુતમ તાપમાન 18.2 ડિગ્રી સેલ્શીયસમાં સામાન્ય ઘટાડો નોંધાતા આજનું લઘુતમ તાપમાન 18 ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું.
છેલ્લા 7 દિવસનું તાપમાન
તારીખ મહતમ લઘુતમ
02-03 32.4 19.4
03-03 34 19
04-03 33.6 20
05-03 35.3 14.4
06-03 35.8 14.5
07-03 34.1 19.8
08-03 34.2 18.2