ભચાઉના ભવાનીપુર વિસ્તારમાં રામેશ્વર મહાદેવ અને રામમંદિરના લાભાર્થે આયોજિત શિવકથા સંપન્ન થઈ છે. લલીયાણાના કથાકાર અજયપ્રસાદ મનસુખપ્રસાદ રાજગોરે સંગીતમય શૈલીમાં શિવકથાનું રસપાન કરાવ્યું હતું.
.
કથા દરમિયાન વક્તાએ મહત્વપૂર્ણ સંદેશ આપ્યો કે, માણસે પોતાના વડે જ પોતાના સંસારસાગરનો ઉદ્ધાર કરવો જોઈએ. તેમણે ભાર મૂક્યો કે વ્યક્તિએ પોતાને અધોગતિમાં નહીં નાખવો જોઈએ, કારણ કે દરેક વ્યક્તિ પોતે જ પોતાનો મિત્ર અને શત્રુ છે.
આઠ દિવસીય કથામાં મોટી સંખ્યામાં ભાવિકોએ કથાશ્રવણનો લાભ લીધો હતો. કથાના મુખ્ય આયોજક પૂર્વ નગરપતિ જીલુભા રેવુભા જાડેજા હતા. કથામાં રૂ.51 હજારનું અનુદાન આપનાર દાતાઓમાં હેમુભા બળવંતસિંહ જાડેજા, પરબતભાઈ બાલાભાઈ રાવરીયા, ભરત ખીમજી કાવત્રા, નાગજી હરભમ રબારી અને નિતિનભાઈ સંઘારનું આયોજક સમિતિ દ્વારા વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.
સમારોહમાં ઉપપ્રમુખ ચંપાબેન અંબાવી પટેલનું પણ અભિવાદન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજનને સફળ બનાવવામાં પ્રેમજી સુથાર અને પરબત પટેલ સહિતના કાર્યકરોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.