વડોદરા, ડભોઇ તાલુકાના નમનગામડી ગામે ઓરસંગ નદીમાં માછીમારી કરવા ગયેલા આધેડને મગર પાણીમાં ખેંચી ગયો હતો. જે અંગે ફાયરબ્રિગેડે સ્થળ પર જઇ શોધખોળ હાથ ધરી હતી. પરતંુ, તેનો કોઇ પત્તો લાગ્યો નહતો.
ફાયરબ્રિગેડના સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે સાંજે ડભોઇ તાલુકાના નમન ગામડી ગામ પાસે ઓરસંગ નદીમાં વસાવા પહાડસીંગ ભૂરસીંગ, ઉં.વ.૪૫ (રહે. ડેડિયાપાડા, જી. નર્મદા) માછીમારી કરવા ગયો હતો. તે દરમિયાન મગર તેને પાણીમાં ખેંચી ગયો હતો. નજીકમાં ઉભેલા અન્ય લોકોએ બૂમાબૂમ કરી હતી. પરંતુ, કોઇ મદદ માટે પહોંચે તે પહેલા જ મગર પહાડસીંગને પાણીમાં અંદર ખેંચી ગયો હતો. ફાયરબ્રિગેડના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ પહાડસીંગની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ, અંધારૃ થવા છતાંય તેની કોઇ ભાળ મળી નહતી. આવતીકાલે સવારે ફરીથી આ સ્થળે તપાસ કરવામાં આવશે.