વડોદરા અને સુરતના ૪૫ હજારથી ૩૨ લાખ સુધીના દારૃના સાત ગુનામાં વોન્ટેડ હતો
વડોદરાઃ રાજસ્થાનથી વાહનોમાં દારૃનો મોટો જથ્થો મંગાવતા બૂટલેગરને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી વડોદરા અને સુરત પોલીસને જાણ કરી છે.
રાજસ્થાનથી ટ્રક,ટેમ્પા,કાર જેવા વાહનોમાં હોલસેલ દારૃ પકડાતો હોવાથી કેટલાક કેસોમાં દારૃ મંગાવનાર તરીકે મહાવીર સંપતલાલ કલાલ(મેવાડા)(શિવપુર, ભીલવાડા,રાજસ્થાન)નું નામ ખૂલ્યું હતું.જેથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
દારૃનો હોલસેલર વડોદરા રેલવે સ્ટેશન નજીક હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાન્ચે વોચ રાખી તેને ઝડપી પાડયો હતો.પોલીસે કહ્યું છે કે,વડોદરા અને સુરતમાં જુદાજુદા સાત ગુનામાં આરોપીનું નામ ખૂલતાં તેને વોન્ટેડ હતો.
આ પૈકી સુરતમાં રૃ.૩૫લાખનો મુદ્દામાલ પકડાયો હતો.જ્યારે,કામરેજમાં રૃ.૧૦ લાખનો,વડોદરા ગ્રામ્યમાં રૃ.૭.૬૩ લાખ,પાદરામાં રૃ.૧.૫૭ લાખનો, પાણીગેટમાં રૃ.૪૫ હજાર અને માંજલ પુરમાં રૃ.૪૮ હજારનો દારૃનો મુદ્દામાલ પકડાયો હતો.